December 1, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવ

લગભગ ત્રણ વર્ષ પહેલાં બેંકની ગવર્નિંગ બોડીને બર્ખાસ્‍ત કર્યા બાદ મળી રહેલું પરિણામ : દમણ-દીવ સ્‍ટેટ કો-ઓ. બેંક લિ.ની દિશા અને દશા સુધારવા સફળ રહેલા સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ

તાજેતરની ગોવા મુલાકાત દરમિયાન મુખ્‍યમંત્રી ડો. પ્રમોદ સાવંત સાથે સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે કરેલી સફળ ચર્ચા-વિચારણાં બાદ અલગ થયા ત્‍યારથી ગોવા બેંક પાસે નિકળતા રૂપિયા પૈકી 50 કરોડની દમણ-દીવ બેંકને પરત મળેલી રકમ અને હાલમાં કેશ રિઝર્વ રેશિયો પેટે ગોવા બેંકે રૂા.27.06 કરોડની કરેલી ચૂકવણી
ફાઈલ તસવીર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.28 : સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની તાજેતરની ગોવા મુલાકાત દરમિયાન મુખ્‍યમંત્રી ડો. પ્રમોદ સાવંત સાથે કરેલી સફળ ચર્ચા-વિચારણાંના પગલે ગોવા સ્‍ટેટ કો-ઓપરેટિવ બેંક લિમિટેડમાં દમણ-દીવ કો-ઓપરેટિવ બેંકના અલગ થયા તે દરમિયાનના ફસેલા રૂપિયા પૈકી રૂા.50 કરોડ પરત મળ્‍યા હતા અને આજે ગોવા સ્‍ટેટ કો-ઓપરેટિવ બેંક લિ.એ સીઆરઆર(કેશ રિઝર્વ રેશિયો)ના રૂા.27.06 કરોડ દમણ-દીવ સ્‍ટેટ કો-ઓપરેટિવ બેંક લિ.ને ચૂકવણી કરતા એક મહિનાની અંદર ગોવા સ્‍ટેટ કો-ઓપરેટિવ બેંક તરફથી દમણ-દીવ સ્‍ટેટ કો-ઓપરેટિવ બેંકને રૂા.77.06 કરોડની માતબર રકમ પરત મળવાપામી છે.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની સફળ રજૂઆત અને હકારાત્‍મક અભિગમના કારણે ગોવાના મુખ્‍યમંત્રી ડો. પ્રમોદ સાવંતની દરમિયાનગીરીથી એક મહિનાની અંદર દમણ-દીવ સ્‍ટેટ કો-ઓપરેટિવ બેંકને રૂા.77.06 કરોડ મળતાં બેંકની આર્થિક સ્‍થિતિ પણ સધ્‍ધર બનવા પામી છે અને ગ્રાહકોનો વિશ્વાસ જીતવા પણ સફળતા મળી છે.
અત્રે યાદ રહે કે, જૂન, 2020માં સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે દમણ-દીવ સ્‍ટેટ કો-ઓપરેટિવ બેંકના હજારો ગ્રાહકો અને ડિપોઝીટ ધારકોના હિતને ધ્‍યાનમાં રાખી બેંકની ગવર્નિંગ બોડીને બર્ખાસ્‍ત કરી બેંકનું સંચાલન પ્રશાસને પોતાના હાથમાં લઈ બેંકના વહીવટદાર તરીકે શ્રી કરણજીત વાડોદરિયાની નિમણૂક કરી હતી.
દમણ-દીવ સ્‍ટેટ કો-ઓપરેટિવ બેંકે લગભગ છેલ્લા 3 વર્ષમાં બાકીદાર ગ્રાહકો પાસેથી કરોડો રૂપિયાની બાકી વસૂલી એન.પી.એ.ને નહીંના બરાબર કરવા સફળતા મળી છે. કરોડો રૂપિયાના નફા સાથે બેંકે પોતાની સતત પ્રગતિ જાળવી રાખી છે. હવે ફક્‍ત રિઝર્વ બેંક ઓફ ઈન્‍ડિયાની અધિકૃત પરવાનગીની રાહ જોવામાં આવી રહી છે. જેના કારણે ધ દમણ-દીવ સ્‍ટેટ કો-ઓપરેટિવ બેંક સંપૂર્ણ રીતે સ્‍વતંત્ર બની પોતાનું કાર્ય કરી શકશે.

Related posts

લ્‍યો કરો વાત…દુધનીના ચોકીપાડા ખાતે સ્‍મશાન સુધી જવાના રસ્‍તાનું કામ છેલ્લા 39 વર્ષથી પડતર : શાસન-પ્રશાસને પણ નહીં સાંભળતા છેલ્લે લોકશક્‍તિએ બનાવેલો કાચો રસ્‍તો

vartmanpravah

લોકસભાની દાદરા નગર હવેલી બેઠક ઉપર ભાજપના ઉમેદવાર કલાબેન ડેલકરનો ઐતિહાસિક વિજય

vartmanpravah

વલસાડ જિલ્લા કક્ષાની બાળ પ્રતિભા સ્‍પર્ધા માટે અરજીઓ મંગાવાઇ

vartmanpravah

વલસાડમાં શિક્ષકો જુની પેન્‍શન યોજનાના અમલીકરણ માટે રસ્‍તા ઉપર ઉતર્યા

vartmanpravah

દમણમાં આડેધડ દારૂ-બિયર વેચતા વાઈનશોપ અને બાર રેસ્‍ટોરન્‍ટો સામે તવાઈની શરૂઆત

vartmanpravah

ભારતરત્‍ન અટલબિહારી વાજપેયીજીની જન્‍મ જયંતી નિમિત્તે પારડીના સમાજસેવકે 104મી વખત રક્‍તદાન કર્યું

vartmanpravah

Leave a Comment