October 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડી નજીકથી સગીરાને પ્રેમ જાળમાં ફસાવી અપહરણ કરનારને ચાર વર્ષે ઝડપતી પારડી પોલીસ

અપહરણ અને પોક્‍સોની કલમ લગાવી સમગ્ર કેસ એન્‍ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ ઈન્‍સપેક્‍ટરને સોંપાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.30: પારડી નજીકના એક ગામમાં પરપ્રાંતીય એવો પરવિન્‍દર જગજીવનરામ વિશ્વકર્મા રહે.રાની નગર કોલોની, તાલુકા – પલિયાકલા, જિલ્લા-લખમીપુર, ઉત્તર પ્રદેશનાઓ પારડી નજીકના એક ગામમાં રહેતા પોતાના ભાઈના ઘરે અવારનવાર આવી રહેતો હતો. આ દરમિયાન ભાઈના બાજુના રૂમમાં રહેતી એક 17 વર્ષીય સગીરાને પ્રેમ જાળમાં ફસાવી લગ્નની લાલચ આપી ટ્રેન દ્વારા આજથી ચાર વર્ષ પહેલા અપહરણ કરી લઈ ગયો હતો.
પારડી પોલીસ સ્‍ટેશનના એ.એસ.આઈ. ચંદુભાઈ સુરપાલને આ આરોપી અંગેની બાતમી મળતા પારડી પોલીસ સ્‍ટેશનના એ.એસ.આઈ. ચંદુભાઈ સુરપાલ, અ.પો.કો. કરણભાઈ મહેશભાઈ તથા મહિલા પો.કો. તૃપ્તિબેન બળવંતભાઈની ટીમે મહારાષ્‍ટ્રના પાલઘર પેલહાર વિસ્‍તારમાં પહોંચી ત્‍યાં રહેતા આરોપી પરવીનદરને ઝડપી પાડી પારડીપોલીસ સ્‍ટેશને લાવી અપહરણ તથા પોસકો એક્‍ટની કલમ લગાવી આ કેસની તપાસ વલસાડ એન્‍ટી હુમન ટ્રાફિકીંગ યુનિટ ઈન્‍સ્‍પેક્‍ટરને સોંપવામાં આવી છે.

Related posts

ચીખલીના ખૂંધમાં કલરની દુકાનમાં આગ લાગી

vartmanpravah

દાનહમાં ગાયોને ટક્કર મારી મોત નિપજાવવાનો સિલસિલો યથાવત્‌ રવિવારની રાત્રે અથાલ પાસે રસ્‍તા ઉપર બેસેલી ગાયોને ટ્રકચાલકે મારેલી ટક્કરમાં ચાર ગાયોના ઘટના સ્‍થળે જ થયેલા મોતઃ ત્રણને ગંભીર ઈજા

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના નેતૃત્‍વમાં સંઘપ્રદેશના આરોગ્‍ય વિભાગ દ્વારા અંગદાન અંગે શરૂ કરાયેલ સફળ જાગૃતિ ઝુંબેશ

vartmanpravah

આજે દાનહ જિલ્લામાં પ્રિ-પ્રાઈમરી અને પહેલા ધોરણના વિદ્યાર્થીઓનો પ્રવેશોત્‍સવ

vartmanpravah

આજે વિશ્વ મહિલા દિવસઃ વન્‍ય જીવ સંપત્તિની રક્ષા માટે જીવન સમર્પિત કરતા બહાદુર મહિલા ભાવના પટેલે 15 વર્ષમાં 22 હજાર જેટલા સાપ પકડ્‍યા

vartmanpravah

ઉમરગામ પાલિકા વિસ્‍તારમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્‍ય

vartmanpravah

Leave a Comment