September 21, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

હવે વલસાડ જિલ્લા ટ્રાફિક પોલીસ હાઈવે ઉપર લેઝર સ્‍પીડ ગનથી વાહનોની ગતિ કન્‍ટ્રોલ કરશે

ધરમપુર ચોકડી ઉપર 10 વાહન ચાલકોને લેઝર સ્‍પીડ ગનની મદદથી ઈ મેમો ફટકાર્યા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.30: રાજ્‍યમાં નેશનલ અને સ્‍ટેટ હાઈવે ઉપર વાહનો ઓવર સ્‍પીડથી હંકારાઈ રહ્યા છે. તેથી બેકાબુ થતા વાહનો વારંવાર અકસ્‍માત સર્જાતા હોય છે. તેવા અકસ્‍માતો અટકાવવા માટે રાજ્‍ય પોલીસે નવતર પ્રયોગ શરૂ કરી દીધો છે. હાઈવે ઉપર ટ્રાફિક પોલીસ લેઝર સ્‍પીડ ગનથી વાહનોની ગતિ કન્‍ટ્રોલ કરશે. તેનો પ્રારંભ વલસાડ જિલ્લા ટ્રાફિક પોલીસે શરૂ કરી દીધો છે. વધુ સ્‍પીડમાં દોડતા વાહનોને કન્‍ટ્રોલ પણ કરાશે અને ઈ-મેમો પણ પકડાવી દેવાશે.
વલસાડ જિલ્લાનાપોલીસ મથકો દ્વારા નેશનલ હાઈવે નં.48 ઉપર અકસ્‍માતો અટકાવવા તેમજ બેફામ સ્‍પીડમાં દોડતા વાહનોને કન્‍ટ્રોલ કરવા માટે હાઈવે ઉપર હવે લેઝર સ્‍પીડ ગનથી પોલીસને તહેનાત કરી દેવાઈ છે. હાઈવે ઉપર વાહન ચાલક કંઈ સમજે વિચારે તે પહેલાં જ આધુનિક ટેકનોલોજી સજ્જ લેઝર સ્‍પીડ ગન વાહનની સ્‍પીડ પણ કન્‍ટ્રોલ કરશે તેમજ ઈ-મેમો પણ ફટકારી દેવાશે. ધરમપુર ચોકડી પર આજે બેફામ દોડતા 10 જેટલા વાહનોને પોલીસે ઈ-મેમો ફટકાર્યા છે. તેથી હાઈવે ઉપર બેફામ દોડતા વાહનોની ગતિ પણ અંકુશીત થશે તેમજ ગમખ્‍વાર થતા અકસ્‍માતો પણ અટકશે.

Related posts

આજે નાની દમણના સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરિયમથી ‘વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા’નો થનારો આરંભ

vartmanpravah

સેલવાસ સહિત આજુબાજુના ગામોમાં જાહેર રસ્‍તાઓ ઉપર રખડતા પશુઓના કારણે વારંવાર થઈ રહ્યા છે અકસ્‍માત

vartmanpravah

મોટી દમણના મગરવાડા છ રસ્‍તાથી ભામટી તળાવ ફળિયા સુધીના રોડના વિસ્‍તૃતિકરણ માટે કરેલા ખોદાણની ભરણી નહીં થતાં ચોમાસામાં પ્રાણઘાતક અકસ્‍માત સર્જાવાની ભીતિ

vartmanpravah

વલસાડમાં કારનો 0001 નંબર માટે રૂા.6.21 લાખ અને 0009 નંબર માટે રૂા.5.38 લાખની બોલી બોલાઈ

vartmanpravah

ચીખલીના રાનવેરીકલ્લા – રાનવેરી ખુર્દમાં મુખ્ય માર્ગને અડીને નમી ગયેલા વીજપોલ અને ઝુલતી વીજ લાઈન જાખમી

vartmanpravah

વલસાડ હાઈવે ઉપર ટ્રકનું ટાયર ફાટી જતા રેલીંગ તોડી ટ્રક સામેની ટ્રેક ઉપર પલટી ખાઈ ગયો

vartmanpravah

Leave a Comment