Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદેશ

આજે નાની દમણના સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરિયમથી ‘વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા’નો થનારો આરંભ

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી ‘વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા’ના ભાગીદારો તથા લાભાર્થીઓને વર્ચ્‍યુઅલી સંબોધન કરી યાત્રા અને નવી યોજનાઓનું લોન્‍ચિંગ કરશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.29 : આવતી કાલે દમણના સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરિયમથી ‘વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા’નો પ્રારંભ થશે. દમણ જિલ્લા પ્રશાસન દ્વારા આવતી કાલે દેશના વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદી ‘વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા’ અને વિવિધ નવી યોજનાઓનું લોન્‍ચિંગ કરાવશે.
દમણમાં 1લી ડિસેમ્‍બરે દુણેઠા ગ્રામ પંચાયતથી શરૂ થનાર ‘વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા’નું તા.14મી ડિસેમ્‍બરે પરિયારી ગ્રામ પંચાયત ખાતે સમાપન થશે.
આવતી કાલે સવારે 10:30 કલાકે નાની દમણના સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરિયમમાં જિલ્લા પ્રશાસન દ્વારા આયોજીત લોન્‍ચિંગ કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહેવા તમામ ચૂંટાયેલા લોક પ્રતિનિધિઓ, વિવિધ યોજનાઓના લાભાર્થીઓ તેમજ સામાજિક તથા રાજકીય આગેવાનોને ઉપસ્‍થિત રહેવા અતિરિક્‍ત જિલ્લા મેજીસ્‍ટ્રેટ,દમણે આમંત્રણ પાઠવ્‍યું છે.

Related posts

ભીલાડ પોલીસ મથકમાં કથિત પત્રકારો સામે ખંડણીની ફરિયાદ

vartmanpravah

વલસાડ જિલ્લામાં તા. ૬ અને ૭ ડિસે.એ યોજાનાર બે દિવસીય રવિ કૃષિ મહોત્સવ અંતર્ગત જિલ્લા કલેકટર નૈમેષ દવેના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ

vartmanpravah

ચીખલીના રેઠવાણીયા ગામમાં દીપડાની ચહલ પહલ જણાતા ગોઠવાયેલુ પાંજરું

vartmanpravah

ધરમપુરના ખારવેલ ગામે આયોજિત રક્‍તદાન કેમ્‍પમાં 118 યુનિટ રક્‍ત એકત્રિત કરાયું

vartmanpravah

પ્રધાનમંત્રીશ્રીની દાનહ મુલાકાતના સંદર્ભમાં સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે આજે સાયલી ખાતે સભા સ્‍થળનું કરેલું નિરીક્ષણઃ તૈયારી અને સુરક્ષા વ્‍યવસ્‍થાથી પણ રૂબરૂ થયા

vartmanpravah

સરીગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનના માથે બેસનારી પનોતી

vartmanpravah

Leave a Comment