October 15, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી પાલિકાએ છેલ્લા દિવસે 7 કોમર્શિયલ મિલકતોને તાળા મારી રૂા.30 લાખની કરેલી વસૂલાત

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.31: વાપી નગરપાલિકાના ઘરવેરા વિભાગ દ્વારા 31 માર્ચે વેરા વસૂલાત અભિયાન ચાલુ રાખી 7 દુકાનોને તાળા મારી રૂા.30.50 લાખથી વધુની વસૂલાત કરવામાં આવી હતી. વર્ષ 22-23ના પૂરા થતા વર્ષના વેરા વસૂલાતના છેલ્લા દિવસે અભિયાનને વેગ આપી મહાત્‍મા ગાંધી સર્કલ પાસેના કે.પી. ટાવરની 3 દુકાનો અને સાંઇનગરમાં શાંતિ સોસાયટીમાં 4 દુકાનોને તાળા માર્યા હતા. ચીફ ઓફિસર શૈલેષભાઈ પટેલના માર્ગદર્શનમાં ઘરવેરા વિભાગના ટેક્ષ સુપ્રિન્‍ટેન્‍ડન્‍ટ રાકેશ ઠક્કર, ટેક્ષ ઈન્‍સ્‍પેકટર દીપક ચભાડીયા તથા ક્‍લાર્ક શશીકાંત, ઈશ્વરભાઈ, અલ્‍પેશ વગેરે કર્મચારીઓની ટીમે સમગ્ર માર્ચ માસ દરમ્‍યાન દરરોજ સઘન વેરા વસૂલાત અભિયાન ચલાવ્‍યું હતું અને લાંબા સમયથી પ્રોપર્ટી ટેક્ષ ના ભરતા બાકીદારોની કોમર્શિયલ મિલકતોને તાળા મારવા સાથે સોસાયટીઓના નળ જોડાણ કાપવાની કાર્યવાહી કરી 31 દિવસમાં રૂા. 2.86 કરોડની વસૂલાત કરી હતી અને 31 માર્ચે એક જ દિવસમાં રૂા.30.50 લાખની વસૂલાત થતાં રૂા.1726.79 લાખના માંગણા સામે રૂા.1660.94 લાખની વસૂલાત થતાં વસૂલાતની ટકાવારી 96.19 ટકા ઉપર પહોંચી હતી. ગત2021-22ના વર્ષમાં પણ 96.19 ટકા વેરા વસૂલાત થઈ હતી.

Related posts

દમણવાડાની ઉચ્‍ચ પ્રાથમિક શાળામાં ધોરણ 1માં પ્રવેશ લઈ રહેલાં બાળકોના ભવ્‍ય સત્‍કાર સાથે વર્ગખંડમાં કરાવેલો પ્રવેશ

vartmanpravah

સાદડવેલ ગામે દૂધ ભરવા જઈ રહેલા શખ્‍સને કાર ચાલકે ટક્કર મારતા સ્‍થળ ઉપર મોત નિપજ્‍યું

vartmanpravah

અતુલ ફર્સ્‍ટ ગેટ પાસે પોલીસ ચેકીંગ જોઈ દારૂ ભરેલી કાર ભગાવી બુટલેગર ભાગી છુટયો : કાર ઝાડ સાથે અથડાતા પકડાઈ ગયો

vartmanpravah

વાપી બજારમાં બે મહિનાથી ગેસ્‍ટ હાઉસમાં રોકાયેલ આધેડની આત્‍મહત્‍યા કરેલી ડીકમ્‍પોઝ લાશ મળી

vartmanpravah

સંઘપ્રદેશનું ગૌરવ-  જમ્‍મુ ખાતે યોજાયેલ પાવર લિફિટંગ ચેમ્‍પિયનશીપમાં દાનહની મહિલા શક્‍તિનો ડંકો

vartmanpravah

નરોલી બાલેશ્વર મહાદેવ મંદિર પરિસર ખાતે શ્રીમદ્‌ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો પ્રારંભ

vartmanpravah

Leave a Comment