June 13, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી હાઈવે પેપીલોન હોટલ સામે જી.ઈ.બી.ની ડીપીમાં અચાનક આગ લાગતા દોડધામ મચી

તાત્‍કાલિક અસરથી આગ બુઝાવી દેવાતા જાહેર રોડ પર મોટી દુર્ઘટના ટળી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.31: વાપી નેશનલ હાઈવે હોટલ પેપીલોન નજીક આવેલી જી.ઈ.બી.ની ઈલેક્‍ટ્રીક ડી.પી.માં ગતરોજ સાંજે અચાનક ભિષણ આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી.
વાપી નેશનલ હાઈવે હોટલ પેપીલોન સામે ગતરોજ સાંજના અચાનક ઈલેક્‍ટ્રીક ડીપીમાં આગ ભભુકી ઉઠી હતી. આગના કારણે વાતાવરણમાં ગોટેગોટા છવાઈ જતા વ્‍યસ્‍ત રોડ ઉપર ગભરાહટ છવાઈ જવા પામ્‍યો હતો. તાત્‍કાલિક નોટિફાઈડ ફાયરને જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડ સમયસર પહોંચીને આગ પર કાબુ કરી દીધો હતો. અલબત્ત થોડો સમય તો જાહેર રોડ હોવાથી વાહનોની ભરચક વિસ્‍તાર હોવાથી કોઈ અનહોની ઘટી શકે એમ હતી પરંતુ આગને ત્‍વરીત કાબુ કરી લેવાતા મોટી દુર્ઘટના ટળી હતી.

Related posts

વલસાડમાં એક તરફી પ્રેમમાં યુવકે જાહેરમાં હાથ પકડી: યુવતીના ભાઈ-માતા-પિતાને મારી નાખવાની ધમકી આપી

vartmanpravah

દમણ જિલ્લા આદિવાસી સમાજે મણિપુરની ઘટનાના સંદર્ભમાં જિલ્લા કલેક્‍ટરને આપેલું આવેદનપત્ર

vartmanpravah

કપરાડાના ઘોંટવળ ગામના લોકો લગ્નવિધિ પતાવી પરત ફરતા હતા તે વેળા દાનહના ઘોડબારીમાં પીકઅપ ટેમ્‍પો પલ્‍ટી જતાં એક મહિલાનું મોતઃ આઠ ઘાયલ

vartmanpravah

વલસાડ પાલિકાના પૂર્વ પ્રમુખ રાજેશ પટેલ ઉર્ફે રાજુ મરચાની વિધિવત આમ આદમી પાર્ટીમાં એન્‍ટ્રી

vartmanpravah

11મી જૂને દીવમાં કેન્‍દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના અધ્‍યક્ષ પદે મળનારી વેર્સ્‍ટન ઝોનલ કાઉન્‍સિલની બેઠક

vartmanpravah

અરનાલા સ્‍મશાન ગૃહમાં સગડીનુ લોકાર્પણ

vartmanpravah

Leave a Comment