Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાદરા નગર હવેલીમાં વહેલી સવારે કમોસમી વરસાદ પડતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.31 : દાદરા નગર હવેલીના અંતરિયાળ વિસ્‍તાર અને સેલવાસ શહેરી વિસ્‍તારમાં આજે વહેલી સવારે વાતાવરણમાં પલ્‍ટો આવ્‍યા બાદ વીજળીના કડાકા અને પવન સાથે કમોસમી વરસાદ વરસી પડયો હતો. દાનહના સેલવાસ શહેરી વિસ્‍તાર અને માંદોની, સિંદોની, બેડપા સહિતના ગામોના આસપાસના વિસ્‍તારમાં વરસાદ વરસ્‍યો હતો. આ કમોસમી વરસાદને કારણે કેરીના પાક અને શાકભાજીના પાકને મોટું નુકસાન થવાની સંભાવના સેવાઈ રહી છે અને ગામડાઓમાં ખેતરોમાં પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા હજી પણ બે દિવસ વરસાદ પડવાની આગાહી દર્શાવી રહી છે જેના કારણે પ્રદેશના ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

Related posts

સરીગામની મેક્‍લોઈડ ફાર્માસ્‍યુટિકલ કંપનીમાં ‘રાષ્‍ટ્રીય સુરક્ષા સપ્તાહ’ની કરાયેલી ઉજવણી

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શનમાં દમણના કલેક્‍ટરાલયમાં યોજાઈ આધાર મોનીટરીંગ કમિટીની બેઠકઃ આધાર અપડેટ હશે તો જ કેન્‍દ્ર અને રાજ્‍ય સરકારની યોજનાઓનો લાભ સરળતાથી મળી શકશે

vartmanpravah

કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાનહ અને દમણ-દીવ તથા લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે દિલ્‍હી ખાતે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

વાપી ગુજરાતના 29 વિદ્યાર્થીઓને બ્‍લેક બેલ્‍ટ એનાયત કરાયા

vartmanpravah

સેલવાસ સેન્‍ટ્રલ બેંકમાં પૈસા જમા કરવા આવેલ કમલેશ યાદવ પાસેથી બે અજાણ્‍યા યુવકોએ યુક્‍તિ અજમાવી રૂા. વીસ હજાર લઈને ફરાર થયા

vartmanpravah

‘એક નયી પહેલ આપકે સાથ’ સંસ્‍થા દ્વારા પ્રદેશમાં ચાર વર્ષમા 2050 વૃક્ષોના છોડોનું કરેલું વાવેતર

vartmanpravah

Leave a Comment