દમણ ન.પા. અધ્યક્ષ અસ્પી દમણિયાના નેતૃત્વમાં પ્રદેશ ભાજપ પ્રમુખ દીપેશ ટંડેલ તથા કાઉન્સિલરોએ પણ ઉપસ્થિત રહી શહેરીજનોના ઉત્સાહમાં કરેલો વધારો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.15 : આજે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા' અંતર્ગત મોદીની ગેરંટીવાળો રથ દમણ ન.પા.ના વોર્ડ નં.7 ખાતેનાની દમણની ધાકલીની વાડીમાં આવી પહોંચતાં તેનું રહેવાસીઓએ શાનદાર સ્વાગત કર્યું હતું. દમણ ન.પા.ના અધ્યક્ષ શ્રી અસ્પીભાઈ દમણિયાના માર્ગદર્શનમાં ધાકલીની વાડીના રહેવાસીઓ સાથે મોદીની ગેરંટીવાળી વિવિધ યોજનાઓની માહિતી ફિલ્મના માધ્યમથી મેળવી હતી. આ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી દીપેશભાઈ ટંડેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. દમણ ન.પા. અધ્યક્ષ શ્રી અસ્પીભાઈ દમણિયા સહિત કાઉન્સિલરોની પણ હાજરી રહી હતી.