September 15, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સ્‍વ.નિર્મલસિંહજી મમુભા જાડેજા પરિવારના સર્વ પિતૃઓના મોક્ષાર્થે ચણોદમાં ચાલી રહેલ શ્રીમદ્‌ ભાગવત કથા અને લોકડાયરામાં મોટી સંખ્‍યામાં ભક્‍તો ઉમટયા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.04: વાપીમાં સ્‍વ.નિર્મલસિંહજી મમુભા જાડેજા પરિવારના સર્વ પિતૃઓના મોક્ષાર્થે 30મી માર્ચથી 05 એપ્રિલ સુધી શ્રીમદ્‌ ભાગવત કથા સપ્તાહનું આયોજન કરવામાં આવ્‍યું છે.
મૂળ કચ્‍છના નાગ્રેચાના વતની પરંતુ વાપીને પોતાની કર્મભૂમિ બનાવનાર ઉદ્યોગપતિ અને જાડેજા પરિવારના સ્‍વ.નિર્મળસિંહ મમુભા જાડેજાની પ્રેરણાથી જાડેજા પરિવાર તરફથી વાપીના ચણોદ ખાતે આવેલ પ્રણવ પેપર મીલના પ્રાગણમાં શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ તેમજ લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જે દરમિયાન તારીખ 30-03-2023 ના રોજ વાપીના મહાવીર નગર ખાતેથી પોથી યાત્રા નીકળી હતી જેમાં મોટી સંખ્‍યામાં મહિલાઓએ કળશ લઈ ઉપસ્‍થિત રહી હતી અને બપોરે ત્રણ ત્રીસ કલાકે ઉપસ્‍થિત રહેલા મહાનુભૂવો તથા સંતોના હસ્‍તે દીપ પ્રાગટય કરી કથા અને શરૂઆત કરવામાં આવી હતી. જેમાં આજે તારીખ 02-04-2023 ને રવિવારના રોજ સાંજે છત્રીસ કલાકે શ્રી રામ જન્‍મ તેમજ શ્રી નંદ મહોત્‍સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં મોટી સંખ્‍યામાં ભાગવત કથાના પ્રસંગો સાંભળવા માટે ઉપસ્‍થિત રહ્યા હતા.
તેમજ રાત્રે 9:30 કલાકે લોક ડાયરા અને વિવિધ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્‍યું હતુ જેમાં જાણીતા કલાકારો ઉપસ્‍થિતરહી લોક ડાયરો કરવામાં આવે છે. સમગ્ર કથાનું આયોજન સ્‍વર્ગસ્‍થ શ્રી નિર્મળસિંહજી મમુભા જાડેજા પરિવારના સર્વ પિતૃઓના મોક્ષાર્થે આ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન તેમના પરિવારજનો દ્વારા કરવામાં આવી રહ્યું છે.

Related posts

દમણમાં એક્‍સ સર્વિસ મેન ઓર્ગેનાઈઝેશન દ્વારા આયોજીત શ્રદ્ધાંજલિ સભામાં ઉમટેલું દમણ

vartmanpravah

સાયલીમાં ‘સ્‍વચ્‍છતા હી સેવા’ પખવાડિયા અંતર્ગત સાફ-સફાઈ કરાઈ

vartmanpravah

દમણવાડા પંચાયત દ્વારા યોજાયો વિદાયમાન-આવકાર સમારંભ

vartmanpravah

26- વલસાડ લોકસભા બેઠક પર મતગણતરી પૂર્વે ચૂંટણી આયોગ દ્વારા નિયુક્‍ત કરાયેલા બે ઓર્બ્‍ઝવરોએ મત ગણતરી સ્‍થળનું નિરિક્ષણ કર્યું

vartmanpravah

વાપી જીઆઈડીસીથર્ડ ફેઈઝની ડ્રેનેજોમાં પ્રદૂષિત રંગીન પાણી છોડવાનું પાપ કોનું?

vartmanpravah

પારડીના કોટલાવમાં રસ્‍તા બાબતે મારામારી

vartmanpravah

Leave a Comment