July 28, 2026
Vartman Pravah
Breaking Newsદમણદેશ

દમણ જિલ્લા ભાજપના કડૈયા મંડળમાં બૂથ સશક્‍તિકરણના સંદર્ભમાં યોજાયેલી બેઠક

પ્રદેશ સંગઠન મહામંત્રી વિવેક દાઢકર અને પ્રદેશ મહામંત્રી મનિષ દેસાઈએ બૂથ સશક્‍તિકરણ અંગેનીસમજાવેલી રણનીતિ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.04 : આજે દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપના સંગઠન મહામંત્રી શ્રી વિવેક દાઢકરની અધ્‍યક્ષતામાં દમણ જિલ્લાના કડૈયા મંડળમાં બૂથ સશક્‍તિકરણના સંદર્ભમાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
આ પ્રસંગે સંગઠન મહામંત્રી શ્રી વિવેક દાઢકરે ચૂંટણીમાં બૂથના મહત્‍વને ખુબ જ અસરકારક રીતે સમજાવ્‍યું હતું અને સભ્‍યોને પ્રત્‍યેક બૂથ જીતવાની ભાજપની રણનીતિની સમજ આપી હતી.
પ્રદેશ મહામંત્રી શ્રી મનિષભાઈ દેસાઈએ બૂથ સશક્‍તિકરણના સંદર્ભમાં બૂથ સમિતિના ગઠન, પેજ પ્રમુખ સહિતના સભ્‍યોની વરણી બાબતે માર્ગદર્શન આપ્‍યું હતું. આ પ્રસંગે પ્રદેશ ભાજપ ઉપ પ્રમુખ શ્રી મહેશભાઈ આગરિયા, દમણ જિલ્લા પંચાયતના ઉપ પ્રમુખ શ્રીમતી મૈત્રીબેન પટેલ, કડૈયાના સરપંચ શ્રી શંકરભાઈ પટેલ, કડૈયા મંડળના અધ્‍યક્ષ શ્રી જતિનભાઈ પટેલ, પૂર્વ મંડળ અધ્‍યક્ષ શ્રી જયંતિ પટેલ તથા તમામ બૂથોના અધ્‍યક્ષો, ગ્રામ પંચાયતના સભ્‍યો વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

ચીખલી સેવા સદનમાં પ્રાંત અધિકારીની અધ્‍યક્ષતામાં પ્રિ-મોન્‍સૂન બેઠક મળી : આગામી 1-જૂનથી કન્‍ટ્રોલ રૂમ શરૂ કરાશે

vartmanpravah

દાનહના વૃદ્ધ દંપતીએ રેડિયો ઉપર સાંભળી વડાપ્રધાનશ્રીની ‘મન કી બાત’

vartmanpravah

જિલ્લામાં જનરલ, પોલીસ અને ખર્ચ ઓબ્‍ઝર્વરના મોબાઈલ નંબરો પર ચૂંટણી સબંધિત ફરિયાદ નોંધાવી શકાશે

vartmanpravah

વલસાડ ડેપોએ વડનગર-વલસાડ ટ્રેનની બસ કનેક્‍ટિવિટી સેવાની સુવિધા વધારી: ગુજરાત ક્‍વીન બસ સેવા યથાવત રહેશે

vartmanpravah

પારડી પોલીસ, આર.ટી.ઓ., સ્‍કૂલ વાહન ચાલકો અને સ્‍કૂલ સંચાલકો સાથેની સંયુક્‍ત બેઠક મળી

vartmanpravah

37 ટેકવાન્‍ડો નેશનલ ચેમ્‍પિયનશિપમાં દીવના બાળકોએ 17 મેડલ પ્રાપ્ત કર્યા

vartmanpravah

Leave a Comment