October 17, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

દમણના ખારીવાડ-મીટનાવાડ વિસ્‍તારમાં સરકારી જમીન ઉપર બનેલ 18 બાંધકામોને જમીનદોસ્‍ત કરાયા

સંઘપ્રદેશ પ્રશાસને સરકારી જમીન ઉપર બનેલ બાંધકામો અને દબાણને નેસ્‍તનાબૂદ કરવાની અપનાવેલી નીતિના ભાગરૂપે પ્રદેશમાં ચાલી રહેલું અવિરત અભિયાન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.04 : આજે દમણના જિલ્લા કલેક્‍ટર શ્રી સૌરભ મિશ્રા અને પોલીસ અધિક્ષક શ્રી અમિત શર્માની રાહબરી હેઠળ નાની દમણના ખારીવાડ તથા મીટનાવાડ વિસ્‍તારમાં સરકારી જમીન ઉપર બનેલ કુલ 18 બાંધકામોને જમીનદોસ્‍ત કરવામાં આવ્‍યા હતા.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સંઘપ્રદેશ પ્રશાસને સરકારી જમીન ઉપર બનેલ બાંધકામો અને દબાણને નેસ્‍તનાબૂદ કરવાની અપનાવેલી નીતિના ભાગરૂપે આજે ખારીવાડ અને મીટનાવાડમાં સરકારી જમીન ઉપરથી અતિક્રમણો હટાવવામાં આવ્‍યા હતા. અતિક્રમણ હટાવો અભિયાનમાં કલેક્‍ટર શ્રી સૌરભ મિશ્રા, ડેપ્‍યુટી કલેક્‍ટર શ્રી મોહિત મિશ્રા અને શ્રી પ્રિયાંશુ સિંહ, એસ.પી. શ્રી અમિત શર્મા, મામલતદાર શ્રી પ્રેમજી મકવાણા સહિત પ્રશાસનની ટીમ ઉપસ્‍થિત રહી હતી.

Related posts

સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ મુખ્‍ય ચૂંટણી અધિકારીના કાર્યાલય દ્વારા મતદારો માટે વોટ્‍સ એપ સેવા શરૂ કરાઈ

vartmanpravah

કમોસમી વરસાદની આગાહીની પગલે ખેડૂતોને તકેદારીના પગલાં રાખવા અનુરોધ

vartmanpravah

યુઆઈએના પ્રમુખ તરીકે નરેશ બંથીયાની વરણી

vartmanpravah

ઉમરગામ જીઆઈડીસીમાં નિર્માણ થયેલા ગેરકાયદેસર વાણિજ્‍ય બાંધકામો સામે આવનારી આફત

vartmanpravah

કચીગામ ચાર રસ્‍તાથી સોમનાથ જંક્‍શન સુધીનો રસ્‍તો આગામી 13મી ઓક્‍ટોબર સુધી વન-વે જાહેર

vartmanpravah

વાપીમાં લાયન્‍સ સાયક્‍લોથોન યોજાશે

vartmanpravah

Leave a Comment