January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ડુંગરાના પીરમોરામાં રૂા.4.40 કરોડના ખર્ચે તળાવ વિકસાવવાના કામનું ખાતમુહૂર્ત કરતા નાણા મંત્રી કનુભાઈ દેસાઈ

નગરપાલિકાના ચૂંટાયેલા પદાધિકારીઓએસૌએ સાથે મળીને વિકાસના કામો કરવા જોઇએ – મંત્રી કનુભાઈ દેસાઈ

 

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.09: વલસાડ જિલ્લાના વાપી નગરપાલિકાના ડુંગરાના પીરમોરા ખાતેના ઘાંચીયા તળાવના રૂા.4.40 કરોડાના ખર્ચે વિકાસ કરવાના કામનું રાજ્‍યના નાણાં, ઉર્જા અને પ્રેટ્રોકેમિકલ્‍સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ આજરોજ ખાતમુહૂર્ત કર્યુ હતું.
નગરપાલિકાના ચૂંટાયેલા પદાધિકારીઓએ સૌએ સાથે મળીને સહિયારા પ્રયાસોથી વાપી નગરપાલિકાનો વિકાસ કરવો જોઈએ એમ મંત્રીએ આ તબક્કે જણાવ્‍યું હતું. રાજ્‍ય સરકારે રાજ્‍યના વિકાસ માટે જે રીતે દ્વારકાના દરિયાકાંઠા પરના દબાણો દૂર કર્યા છે તેજ રીતે નગરપાલિકાના વિકાસ માટેના અવરોધો કે દબાણો દૂર કરીને વિકાસના કામો કરવા જોઈએ. વાપી નગરપાલિકાના થઈ રહેલા વિકાસ બાબતે મંત્રીશ્રીએ ભૂતપૂર્વ પ્રમુખોનો ઉલ્લેખ કરી નગરના વિકાસમાં તેમના યોગદાનની નોંધ લીધી હતી. નગરપાલિકાના જે તે વિસ્‍તારના પૂર્ણ થયેલા પ્રોજેકટના સંચાલન માટે સંબિધત વિસ્‍તારના ચૂંટાયેલા લોકોની કમિટી બનાવવા માટે મંત્રીએ સૂચન કર્યુ હતું. મંત્રીએ આ વિસ્‍તારમાં ઘાંચીયા તળાવનો વિકાસ થવાથીશહેરના લોકોને એક પર્યટન સ્‍થળની સુવિધા મળશે એમ જણાવ્‍યું હતું.
રૂા.4.40 કરોડના ખર્ચે તૈયાર થનારા ઘાંચીયા તળાવમાં રબલ મેશનરીથી પીચીંગ કરવામાં આવશે. તળાવની વચ્‍ચેના ભાગે આઈલેન્‍ડ બનાવવામાં આવશે. આ આઈલેન્‍ડ ઉપર જવા માટે બ્રીજ બનાવવામાં આવશે અને આ આઈલેન્‍ડ પર ભગવાન શ્રીકળષ્‍ણનું શેષનાગ સાથેનું સ્‍કલ્‍પચર બનાવવામાં આવશે. સહેલાણીઓ માટે ફૂડ પ્‍લાઝા અને કાફટેરિયા, લેન્‍ડ સ્‍કેપીંગ, બાળકો માટે ચિલ્‍ડ્રન પ્‍લે એરિયા, વોકીંગ પાથ વે, પબ્‍લિક યુટીલીટી, કમ્‍પાઉન્‍ડ વોલ, પાર્કિગ સુવિધા, ગઝેબો અને ઓપન ગાર્ડનનો સમાવેશ થાય છે.
આ પ્રસગે ઉમરગામના ધારાસભ્‍ય રમણલાલ પાટકરે જણાવ્‍યું હતું કે, રાજ્‍ય સરકાર દ્વારા રાજ્‍યની 165 નગરપાલિકાઓ અને 08 મહાનગરપાલિકાઓમાં સુનિયોજીત વિકાસ થઈ રહ્યો છે. રાજ્‍યના નગરોના વિકાસ માટે રાજ્‍ય સરકાર દ્વારા માળખાકીય સુવિધાઓ ઊભી કરવામાં આવી રહી છે.
આ કાર્યક્રમમાં વાપી નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી કાશ્‍મીરા શાહે વાપી નગરપાલિકા દ્વારા આ વિસ્‍તારના તળાવના વિકાસની પૂર્વ ભૂમિકા આપી આ વિસ્‍તારના જાગૃત લોકોનો આભાર માન્‍યો હતો. સ્‍વાગત પ્રવચનમાં કારોબારી ચેરમેન મિતેશભાઈ દેસાઈએ વાપી નગરપાલિકા દ્વારા નગરના વિકાસ માટે થઈ રહેલા કામો અને ભવિષ્‍યમાં થનાર કામોનીવિગતવાર માહિતી આપી હતી. બાંધકામ સમિતીના ચેરમેન જયશેભાઈ કંસારાએ આભારવિધી કરી હતી.
આ કાર્યક્રમમાં વાપી નગરના શહેર સંગઠન પ્રમુખ સતીષભાઈ પટેલ, વાપી નોટીફાઈડ એરિયાના ચેરમેન હેમંતભાઈ પટેલ, વાપી વી.આઈ.એ.ના પ્રમુખ કમલેશભાઈ પટેલ અને વાપી નગરપાલિકાના ચીફ ઓફિસર શૈલેષભાઈ પટેલ, નગરપાલિકાના સદસ્‍યો તેમજ ડુંગરા વિસ્‍તારના નગરજનો હાજર રહ્યા હતા.

Related posts

સુખાબારી ફાયરીંગ બટ વિસ્‍તારમાં પ્રવેશબંધી

vartmanpravah

દાનહ રેડક્રોસ શાળાના દિવ્‍યાંગ બાળકોએ દિવાળી પર્વ નિમિતે સુશોભનની વસ્‍તુઓનું જાતે નિર્માણ કરી તેના વેચાણ માટે સેલવાસ કલેક્‍ટર કચેરી પ્રાંગણમાં શરૂ કરેલો સ્‍ટોલ

vartmanpravah

દીવ ન.પા.ના નવનિર્વાચિત પ્રમુખ હેમલતાબેન સોલંકીનું શુક્રવારે દમણના ભામટીમાં અને શનિવારે નરોલી ખાતે થનારૂં જાહેર સન્‍માન

vartmanpravah

કવાલ ગામે ગ્રામ પંચાયત તેમજ આંગણવાડીનું મકાન બનાવાશે

vartmanpravah

આકરા ઉનાળા વચ્‍ચે વાપી સહિત વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદ : કેરી પાક ઉપર આડ અસર થશે

vartmanpravah

વલસાડ ડુંગરી હાઈવે બ્રિજ ઉપર સ્‍લેબ તૂટી પડતા ભંગાણ સર્જાયું : ટ્રાફિક પ્રભાવિત

vartmanpravah

Leave a Comment