Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ગુંજન સૌરભ સોસાયટીમાં સરદાર વલ્લભભાઈ પટેલ ચિલ્‍ડ્રન પાર્કનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

નોટીફાઈડ ઓથોરોટી દ્વારા 76 લાખના ખર્ચે તૈયાર થયેલ પાર્ક નાણામંત્રી કનુભાઈદેસાઈના હસ્‍તે લોકાર્પણ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.09: વાપી જીઆઈડીસી ગુંજન ટાઉનશીપ સૌરભ સોસાયટીમાં આવેલ કોમન પ્‍લોટમાં નોટીફાઈડ ઓથોરીટી દ્વારા તૈયાર કરાયેલ ચિલ્‍ડ્રન પાર્કનો શનિવારે સાંજના લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. 76 લાખને ખર્ચે તૈયાર થયેલ સરદાર વલ્લભભાઈ પટેલ ચિલ્‍ડ્રન પાર્કને નાણામંત્રી કનુભાઈ દેસાઈના વરદ હસ્‍તે લોકાર્પણ કરાયો હતો.
વાપીની પોસ ગણાતી સૌરભ સોસાયટીમાં છેલ્લા ઘણા વર્ષથી કોમન પ્‍લોટ ખાલી પડયો હતો તેથી સ્‍થાનિકો ઈચ્‍છતા હતા અહીં પાર્ક બને. તેથી નોટિફાઈડ ઓથોરીટીએ અધ્‍યતન સુવિધા સજ્જ નાનેરા-મોટેરા અને બાળકો માટે ચિલ્‍ડ્રન પાર્ક બનાવ્‍યો છે. વાપીમાં ગ્રીન સોસાયટી કાર્યરત છે. સોસાયટીના પ્રયાસોથી પાર્ક સાકાર થયો છે. ગ્રીન સોસાયટી પર્યાવરણ ક્ષેત્રો નોંધનીય કાર્યવાહી કરી રહેલ છે. પાર્કમાં બાળકો માટે હિંચકા, લપસણી, મોટેરા માટે બેન્‍ચ, વોકીંગ ટ્રેક, ગ્રીનરી માટે 127 મોટા વૃક્ષ તથા પ્‍લે એરીયા સાથે ટોયલેટ, બાથરૂમ, સ્‍ટોર રૂમ જેવી સુવિધાઓ ચિલ્‍ડ્રન પાર્કમાં તૈયાર કરાઈ છે. ઉદ્દઘાટન પ્રસંગે વી.આઈ.એ. પ્રમુખ કમલેશ પટેલ, પૂર્વ પ્રમુખ યોગેશ કાબરીયા, સેક્રેટરી સતીષ પટેલ, ભાજપ સંગઠન પદાધિકારીઓ, હુબર, મેરીલ જેવા અકમોના સંચાલકો, ઉદ્યોગકારો અને સ્‍થાનિક રહીશોઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વિવિધ ક્ષેત્રે સેવાકીય પ્રવૃતિ કરનાર વલસાડ શહેરના શ્રેષ્ઠ નાગરિકોનું સન્‍માન કરાયું

vartmanpravah

સેલવાસની એક સંસ્‍થાએ 9 લાખના ખર્ચે તૈયાર કરાયેલ મોક્ષ રથ સેવા શરૂ કરી

vartmanpravah

નિરંકારી ભક્‍તો છે ઉત્‍સાહિત, ફરી એક વાર યોજાશે માનવતાનો સમાગમ : 77માં વાર્ષિક નિરંકારી સંત સમાગમની તૈયારીઓ પૂરજોશમાં

vartmanpravah

સેલવાસના પ્રવેશદ્વાર પીપરીયા પુલ પાસે જ ગંદકીનું સામ્રાજ્‍ય

vartmanpravah

વાપી ફેલોશીપ સ્‍કૂલ દ્વારા આયોજિત આંતર સ્‍કૂલ વક્‍તૃત્‍વ સ્‍પર્ધામાં હરિયા સ્‍કૂલ ટોપ રહી

vartmanpravah

હવે સંઘપ્રદેશના અધિકારીઓના વર્ક કલ્‍ચરમાં પણ આવેલું પરિવર્તનઃ ઉચ્‍ચથી માંડી નિમ્‍ન કક્ષાના સુધીના અધિકારીઓ ફિલ્‍ડમાં જતા થયા છે

vartmanpravah

Leave a Comment