September 12, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સ્‍પોર્ટ્‍સ ક્‍લબ ઓફ વાપી ચલામાં આવેલા સ્‍વિમિંગ પૂલ ખાતે બોર્ડના વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્‍ક પુલ પાર્ટીનું થયેલું આયોજન

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.10: સ્‍પોર્ટ્‍સ ક્‍લબ ઓફ વાપી ચલા ખાતે બોર્ડના વિદ્યાર્થીઓની પરીક્ષા પૂરી થઈ હોવાથી તનાવ મુક્‍ત થઈ વિદ્યાર્થીઓ એન્‍જોય કરી શકે એ માટે દરેકવિદ્યાર્થીઓ માટે નિઃશુલ્‍ક પુલ પાર્ટીનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આશરે 250 જેટલા વિદ્યાર્થીઓએ પુલ પાર્ટીમાં ભાગ લઈ સ્‍વિમિંગ, અક્‍વા ઝુંબા, વિવિધ પ્રકારની એક્‍સરસાઈઝ, વિવિધ રમતો, ડી જે ડાંસની મોજ માણી હતી. સ્‍વિમિંગ પૂલ ખાતે આવેલા રૂફ ટોપ રેસ્‍ટોરન્‍ટ દ્વારા આઈપીએલ મેચનું પણ સ્‍ક્રિનિંગ કરવામાં આવ્‍યું હતું. સાથે સાથે પાણીપુરી અને પીઝાની પણ લેહજત માણી હતી. સ્‍પોર્ટ્‍સ ક્‍લબ વાપીના સંચાલક શ્રી હાર્દિક જોશી એ જણાવ્‍યું હતું કે સ્‍વિમિંગ દ્વારા વિદ્યાર્થીઓને ફિટનેસની સાથે સાથે સ્‍ટ્રેસ ફ્રી રહેવામાં મદદ મળે છે જેનાથી એમનું માનસિક અને શારીરિક સ્‍વાસ્‍થ્‍ય જળવાઈ રહે છે. આ ઉનાળામાં સ્‍વિમિંગ શીખવા માટે સ્‍પોર્ટ્‍સ ક્‍લબ દ્વારા આકર્ષક ઓફરો પણ આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, વાપી નગરપાલિકાના પૂર્ણ સહયોગથી કે આ વર્ષે વાપીના આઠ બાળકોનેશનલ લેવલ સ્‍પર્ધામાં જવા માટે તૈયારી કરી રહ્યા છે. ક્‍લબમાં સ્‍પોર્ટ્‍સ ઓથોરિટી ઓફ ઈન્‍ડિયાના ઉત્‍કળષ્ટ કોચ દ્વારા બાળકોને તૈયાર કરવામાં આવી રહ્યા છે. અહી દરેક ઉંમરના વ્‍યક્‍તિને સ્‍વિમિંગ શીખવવામાં આવે છે. સ્‍વિમિંગ કરવાથી વજન નિયંત્રણમાં રહે છે, તેમજ હૃદય, ડાયાબિટીસ જેવા રોગોને નિયંત્રણમાં રાખી શકાય છે.

Related posts

વલસાડ જિલ્લા ડિઝાસ્‍ટર વિભાગ દ્વારા હવામાન ચેતવણી એલ્‍પિકેશનનો ઉપયોગ કરવા નાગરિકોને અનુરોધ

vartmanpravah

સોમવાર તા.22મી એપ્રિલે ભીમપોરના લીમડી માતા મંદિરનો પાટોત્‍સવ યોજાશેઃ મહાપ્રસાદનું પણ આયોજન

vartmanpravah

સાંઢપાડા ક્રિકેટ એસોસિએશન દ્વારા ચીખલીના ઘેજ ખાતે આયોજીત ક્રિકેટ ટૂર્નામેન્‍ટમાં ધ્રુવ ઈલેવન ચેમ્‍પિયન, ટ્રીતી ઈલેવન રનર્સઅપ

vartmanpravah

વિજયાદશમીના પવિત્ર પાવન દિને માઁ વિશ્વંભરી તિર્થયાત્રા ધામે શસ્ત્રપૂજનનો ભવ્‍ય કાર્યક્રમ ઉજવાયો

vartmanpravah

નેહરુ યુવા કેન્‍દ્ર દમણ દ્વારા ‘નેબરહુડ યુથ પાર્લામેન્‍ટ’ યોજાઈ

vartmanpravah

સલવાવની શ્રીમતી ભાવનાબેનનાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજમાં ડેન્‍ટલ ચેકઅપનું આયોજન કરવામાં આવ્‍યું

vartmanpravah

Leave a Comment