December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદથી કેરી પાકની થયેલ તારાજી અંગે નુકશાન સર્વે પૂર્ણ કરાયો

442 ગામોમાં 23,658 હેક્‍ટર જમીનમાંની આંબાવાડી સર્વે કરાઈ : 25,852 અસરગ્રસ્‍ત ખેડૂતોની સર્વેટીમે મુલાકાત લીધી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.11: વલસાડ જિલ્લામાં ખેડૂતોનો મુખ્‍ય પાર્ક કેરી છે. આ વર્ષે વારંવાર કમોસમી વરસાદ પડતા કેરીના પાકનું ભારે નુકશાન થયું છે તેથી રાજ્‍ય સરકાર દ્વારા આંબાવાડીઓમાં કેરી પાકને થયેલ નુકશાનનો સર્વે પુરો કરવામાં આવ્‍યો છે. ખેતીવાડી વિભાગ દ્વારા નુકશાનીનો સર્વે સરકારમાં રિપોર્ટ કરવામાં આવશે. ત્‍યારબાદ ખેડૂતો માટે વળતરની જાહેરાત કરવામાં આવશે.
ચાલું વર્ષે કેરીનો પાક બજારમાં આવે તે પહેલાં જ વલસાડ જિલ્લામાં વારંવાર કમોસમી વરસાદ પડતા સૌથી વધુ નુકશાન કેરી પાકને થયું હતું. ફલાવરીંગ-મોર મોટા ભાગનો વરસાદે ખરાબ કરી દેતા 50 થી 60 ટકા કેરી પાકને નુકશાન થયું છે. સ્‍થાનિક તમામ ધારાસભ્‍યોએ ગાંધીનગરમાં કૃષિમંત્રી અને સરકારમાં કેરી પાકમાં થયેલ નુકશાન પેટે વરસાદ જિલ્લાના ખેડૂતોને વળતર આપવું જોઈએ. ધારાસભ્‍યોની રજૂઆત બાદ સરકારના ખેતીવાડી વિભાગને વલસાડ જિલ્લામાં થયેલ કેરી પાકના નુકશાનનો સર્વે કરી રિપોર્ટ કરવા જણાવ્‍યું હતું તેથી ખેતીવાડી વિભાગના અધિકારીઓ અને નુકશાનનો સર્વે કરી રિપોર્ટ કરવા જણાવ્‍યું હતું. તેથી ખેતીવાડી વિભાગના અધિકારીઓ અને ટીમે એ જિલ્લાના 442 ગામોની મુલાકાત લીધી હતી. તેમજ જિલ્લામાં 23658 હેક્‍ટરની આંબાવાડીઓનો સર્વે કામગીરી હાથ ધરી હતી. જેમાં સર્વે ટીમે 25,852 અસરગ્રસ્‍ત ખેડૂતોની મુલાકાત લઈને સર્વે કામગીરી પૂર્ણ કરી લીધી છે. ખેતીવાડી વિભાગ ગાંધીનગર રિપોર્ટ કરશે. ત્‍યારબાદ સરકાર તરફથી કેરી પાક નુકશાન વળતર અંગેની જાહેરાત કરવામાં આવશે. અત્‍યારે કેરીનો નવો પાક માર્કેટમાં આવવાનો શરૂ થઈ ગયો છે. પાક નુકશાનને કારણે કેસર અને હાફુસનો ભાવ દર વર્ષ કરતાં ડબ્‍બલ ભાવ ચાલી રહ્યો છે. એટલે કે 1200 થી 1600 વચ્‍ચે કેરીના ભાવ બોલાઈ રહ્યા છે.

Related posts

આંતલિયા – ઉંડાચ વચ્‍ચે કાવેરી નદી પર આવેલ પુલ બે દિવસથી પાણીમાં ગરકાવ

vartmanpravah

દમણની સાર્વજનિક શાળામાં આયોજીત બે દિવસીય ખેલ મહોત્‍સવનું સફળતાપૂર્વક સમાપન

vartmanpravah

વલસાડ જિલ્લામાં પ્રથમવાર ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા યોગમય બની

vartmanpravah

દમણ જિ.પં.ના પ્રમુખ નવિન પટેલ અને તેમના લઘુબંધુ અશોક પટેલની ખંડણીના કેસમાં ધરપકડઃ પાંચ દિવસના પોલીસ રિમાન્‍ડ

vartmanpravah

રાજ્‍યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈનો વલસાડ જિલ્લાનો બે દિવસીય પ્રવાસ કાર્યક્રમ

vartmanpravah

ધગડમાળના ખાડાએ સોનવાડાના યુવાનનો લીધો ભોગ: પિતાની છત્રછાયા ગુમાવતી બે માસુમ બાળકીઓ

vartmanpravah

Leave a Comment