Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુર વિસ્‍તારમાં મોડી સાંજે ભારે પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસ્‍યો

મામાભાચા, ગડી, બિલધા, જામલીયા જેવા અંતરિયાળ વિસ્‍તારો પર મેઘ તૂટી પડતા કાળઝાળ ગરમીમાં ઠંડક પ્રસરાઈ ગઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.11: હવામાન વિભાગની છેલ્લા 15 દિવસથી કમોસમી વરસાદ થવાની નિરંતર ચાલી રહેલી આગાહીઓ અનુસાર સોમવારે સાંજે ધરમપુર તાલુકાના અંતરિયાળ ગામોમાં ભારે પવનના સુસવાટા, ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસ્‍યો હતો.
ભર ઉનાળામાં ચોમાસાનો અહેસાસ વરસાદે કરાવ્‍યો હતો. છેલ્લા બે દિવસ ધરમપુર વિસ્‍તારમાં કાળઝાળ ગરમી પડી રહી હતી. દઝાડે તેવો તડકો હતો ત્‍યાં અચાનક સોમવારે વાતાવરણમાં પલટો આવતાં સાંજે વિજળીના કડાકા ભડાકા સાથે ભારે પવનો વચ્‍ચે વરસાદ વરસ્‍યો હતો. જો કે ખેતીવાડીને નુકશાનકર્તા બની રહેલ આ વરસાદને લઈ વાતાવરણમાં ઠંડક પ્રસરાઈ જતા લોકોને રાહત અનુભવવા મળી હતી. જો કે વલસાડજિલ્લામાં કમોસમી વરસાદ અવાર નવાર આ વર્ષે પડતો જ રહ્યો છે તેમુજબ સોમવારે મામાભાચા, ગડી, બિલધા જામલીયા જેવા ધરમપુરના અંતરિયાળ ગામોમાં વધુ વરસાદ પડયો હતો. લોકો બહાર નિકળેલા પાછા ઘરે ફરવા દોડી ગયા હતા. જો કે વર્તમાનનો કમોસમી વરસાદ શાકભાજી, કઠોળ, કેરી પાક ઉપર નભતા ખેડૂતો માટે ચિંતાનો વિષય જરૂર બન્‍યો હતો.

Related posts

વાપી નોટિફાઈડના કર્મચારીનું દમણમાં હાર્ટએટેકથી મોત

vartmanpravah

દાનહની બેંક ઓફ બરોડાની શાખાઓમાં 115મો સ્‍થાપના દિવસ ઉજવાયો

vartmanpravah

વિકાસની દિશામાં આગળ વધી રહેલું લક્ષદ્વીપ

vartmanpravah

શ્રી પ્રજાપતિ ઉત્‍કર્ષ મંડળ દ્વારા સ્‍નેહ સંમેલનનું આયોજન કરાયું

vartmanpravah

ચીખલી વંકાલમાં સિંચાઈ વિભાગ દ્વારા માઈનોર કેનાલ અંડર ગ્રાઉન્ડ કરવાની કામગીરી હાથ ધરાતા સ્થાનિકોમાં ફેલાયેલી આનંદણી લાગણી

vartmanpravah

જવ્‍હાર નજીક જય સાગર ડેમ પાસે મહારાષ્‍ટ્રની બે એસ.ટી. બસ સામસામે અથડાઈઃ 25થી વધુ મુસાફરો ઈજાગ્રસ્‍ત

vartmanpravah

Leave a Comment