October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

નરોલી ગામની પરિણીતા પુત્ર સાથે ગુમ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.11 : દાદરા નગર હવેલીના નરોલી ગામે રહેતી પરિણીતા તેમના દોઢ વર્ષના પુત્ર સાથે ગુમ થઈ હોવાની ફરિયાદ પોલીસ સ્‍ટેશનમાં નોંધાઈ છે.
પ્રાપ્ત વિગત અનુસાર સુમન દિપકકુમાર ચૌધરી (ઉ.વ.22) હાલ રહેવાસી અશોકભાઈની ચાલ, મોરી ફળિયા, નરોલી, મુળ રહેવાસી સાસારામ, બિહાર જે ગત 4 એપ્રિલના રોજ બપોરે કોઈને કંઈપણ કહ્યા વગર ઘરેથી નીકળી ગઈ હતી. સુમનના પતિએ આજુબાજુ તેમજ તેમના સગાં-સંબંધીઓ તથા મિત્રોના ઘરે તપાસ કરી હતી, પરંતુ મળી આવેલ નહિ. ત્‍યારબાદ દિપકકુમાર ભારત ચૌધરીએ એમની પત્‍ની એમના દોઢ વર્ષના પુત્ર સાથે ગુમ થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી.
ગુમ થનાર પરિણીતાને લાલ કલરની સાડી પહેરેલ છે જ્‍યારે બાળકે પીળા કલરનો શર્ટ અને ગુલાબી કલરની પેન્‍ટ પહેરેલ છે. તેઓ હિન્‍દી ભાષા જાણે છે.
પુત્ર સાથે ગુમ થનાર પરિણીતા અને પુત્ર અંગે કોઈને કોઈપણ પ્રકારની જાણકારી મળે તો સેલવાસ પોલીસ સ્‍ટેશન નં. 0260 2642033 અથવા તો પોલીસ કંટ્રોલ રૂમ નં.0260 2642130, 2645666 ઉપર સંપર્ક કરવા જણાવાયુછે.

Related posts

વાપી જનસેવા હોસ્પિટલમાં કેથલેબ વિભાગ સેવાનું શનિવારે નાણામંત્રી કનુભાઈ દેસાઈ ઉદ્ઘાટન કરશે

vartmanpravah

ચીખલી તાલુકાના બામણવાડા ગ્રામ પંચાયતની સામાન્‍ય સભામાં ઉપસરપંચ સામે અવિશ્વાસની દરખાસ્‍ત બે તૃતિયાંશ બહુમતીથી પસાર થતાં સ્‍થાનિક રાજકીય વાતાવરણ ગરમાયું

vartmanpravah

દાનહના એસએસઆર આર્ટ્‌સ, કોમર્સ એન્‍ડ સાયન્‍સના આસિસ્‍ટન્‍ટ પ્રો. શ્રી કૃષ્‍ણ ખરે પીએચડી થયા

vartmanpravah

ધરમપુરની આવધા પ્રાથમિક શાળામાં સી.ડી.એસ. બીપીન રાવતને શાળા પરિવારે શ્રધ્‍ધાંજલી અર્પણ કરી

vartmanpravah

રવિવારે દેવકા બીચની સ્‍વચ્‍છતા માટે શરૂ થનારૂં જન આંદોલન

vartmanpravah

ચીખલીના સાદકપોરની આંબાવાડીમાં માદા અજગર ઈંડાઓનું સેવન કરતી જોવા મળતા લોકોમાં ગભરાટ

vartmanpravah

Leave a Comment