Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

સાયલી ગ્રામ પંચાયત કચેરીના નવા મકાનનું કરાયેલું ખાતમુહૂર્ત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.11: દાદરા નગર હવેલીના સાયલી ગામના ગ્રામ પંચાયત કચેરીના નવા મકાનનું આજે ડુંગરપાડા ખાતે દાનહ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી નિશાબેન ભવરના હસ્‍તે ખાતમુહૂર્ત કરવામાં આવ્‍યું હતું. સાયલી ગામના ગ્રામ પંચાયતનો વહીવટ હાલમાં પી.એચ.સી. સેન્‍ટરમાં ચાલી રહી છે. જેથી ગ્રામજનોની સુવિધા માટે આધુનિક પંચાયત કચેરી સાયલી ગામના ડુંગરપાડા વિસ્‍તારમાં નવા ગ્રામ પંચાયત કચેરી ભવનનું નિર્માણ કરવામાં આવનાર છે તે માટે આજે ભૂમિપૂજન સાથે ખાતમુહૂર્ત વિધિ આટોપવામાં આવી હતી.
આ અવસરે દાનહ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી નિશાબેન ભવર સહિત ઉપ પ્રમુખ શ્રી દિપક પ્રધાન, ગામના સરપંચ શ્રીમતી કુંતાબેન વરઠા, જિ.પં. સભ્‍ય શ્રી પ્રવીણભાઈ, સેક્રેટરી શ્રીમતી પાર્વતીબેન, સામાજીકઅગ્રણી શ્રી માધુભાઈ સહિત પંચાયત સભ્‍યો, ગ્રામજનો અને કોન્‍ટ્રાક્‍ટર શ્રી ઝંડુરામ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

સેલવાસ ન.પા. દ્વારા દુકાનોમાંથી પ્રતિબંધિત સિંગલ યુઝ રેનકોટ જપ્ત કરી વેપારીઓને દંડિત કરાયા

vartmanpravah

વલસાડ તિથલ રોડ ઉપરથી ડુપ્‍લિકેટ સોનાના બિસ્‍કીટ-ઘરેણા લઈ શિકારની શોધમાં નિકળેલી ગેંગઝડપાઈ

vartmanpravah

માંગવાનું વધ્‍યું ત્‍યાર થી ભક્‍તિ નિસતેજ બની છે : પ્રફુલભાઈ શુક્‍લ

vartmanpravah

નાની દમણ મશાલચોકના મઢુલીવાળી શ્રી રાજ રાજેશ્વરી મેલડી માતાના મંદિરખાતે આયોજીત શ્રીમદ્‌ દેવી ભાગવત જ્ઞાન યજ્ઞ મહોત્‍સવની આજે પૂર્ણાહૂતિ

vartmanpravah

ગુજરાત માધ્‍યમિક શિક્ષણ બોર્ડના ધોરણ 10ના જાહેર થયેલા પરિણામમાં દમણ-દીવનું 64.74 ટકા પરિણામઃ 34.21 ટકા સાથે પરિયારી વિદ્યાલયનું સૌથી ઓછું પરિણામ

vartmanpravah

વલસાડ જિલ્લામાં કોરોનાનો કહેર : કપરાડા, અંભેટી નવોદય વિદ્યાલયના 13 વિદ્યાર્થીઓ સંક્રમિત

vartmanpravah

Leave a Comment