(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.11 : દાદરા નગર હવેલીના નરોલી ગામે રહેતી પરિણીતા તેમના દોઢ વર્ષના પુત્ર સાથે ગુમ થઈ હોવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.
પ્રાપ્ત વિગત અનુસાર સુમન દિપકકુમાર ચૌધરી (ઉ.વ.22) હાલ રહેવાસી અશોકભાઈની ચાલ, મોરી ફળિયા, નરોલી, મુળ રહેવાસી સાસારામ, બિહાર જે ગત 4 એપ્રિલના રોજ બપોરે કોઈને કંઈપણ કહ્યા વગર ઘરેથી નીકળી ગઈ હતી. સુમનના પતિએ આજુબાજુ તેમજ તેમના સગાં-સંબંધીઓ તથા મિત્રોના ઘરે તપાસ કરી હતી, પરંતુ મળી આવેલ નહિ. ત્યારબાદ દિપકકુમાર ભારત ચૌધરીએ એમની પત્ની એમના દોઢ વર્ષના પુત્ર સાથે ગુમ થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી.
ગુમ થનાર પરિણીતાને લાલ કલરની સાડી પહેરેલ છે જ્યારે બાળકે પીળા કલરનો શર્ટ અને ગુલાબી કલરની પેન્ટ પહેરેલ છે. તેઓ હિન્દી ભાષા જાણે છે.
પુત્ર સાથે ગુમ થનાર પરિણીતા અને પુત્ર અંગે કોઈને કોઈપણ પ્રકારની જાણકારી મળે તો સેલવાસ પોલીસ સ્ટેશન નં. 0260 2642033 અથવા તો પોલીસ કંટ્રોલ રૂમ નં.0260 2642130, 2645666 ઉપર સંપર્ક કરવા જણાવાયુછે.