Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવસેલવાસ

પ્રશાસનિક વિભાગના નિર્દેશની અવગણના કરનારી દાનહ-દમણની 102 દવાની દુકાનોના લાયસન્‍સ સસ્‍પેન્‍ડ/રદ્‌ કરવા ડ્રગ્‍સ કંટ્રોલ વિભાગે જારી કરેલ કારણદર્શક નોટિસ

સંઘપ્રદેશને 2023 સુધી ટી.બી. મુક્‍ત બનાવવા પ્રશાસક પ્રફુલભાઈ પટેલે આપેલા એલાન અંતર્ગત દવાની દુકાનો મારફત થતા ટી.બી. વિરોધી દવાના વેચાણના આંકડા આપવા નિષ્‍ફળ રહેલી દુકાનો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ/દમણ,તા.11 : સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે 2023ના અંત સુધી દાદરા નગર હવેલી અને દમણ-દીવને ટી.બી.(ક્ષય) મુક્‍ત બનાવવા આપેલા એલાનને સફળ બનાવવા માટે પ્રશાસનના દરેક વિભાગો જવાબદારી પૂર્વક કામ કરી રહ્યા છે. જે કડીમાં પ્રદેશના ડ્રગ્‍સ કંટ્રોલ વિભાગે દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં એન્‍ટી ટી.બી. દવાના વેચાણના ડેટા નહીં પુરા પાડનારી લગભગ 102 જેટલી દવાની (કેમિસ્‍ટ) દુકાનોને તેમના રિટેઈલ સેલના લાયસન્‍સ સસ્‍પેન્‍ડ/રદ્‌ કરવા માટે કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી છે.
મળતી માહિતી પ્રમાણે ટી.બી. વિરોધી દવાના આંકડાથી દર્દીઓની ઓળખ માટે વિભાગને સરળતા રહેવાથી તેનો સંપર્ક કરી પ્રદેશને ટી.બી. મુક્‍ત બનાવવા પ્રશાસને શરૂ કરેલા પ્રયાસોમાં મદદરૂપ થઈ શકે છે. તેથી પ્રદેશના ડ્રગ્‍સ કંટ્રોલ વિભાગે દવાની(કેમિસ્‍ટ) દુકાનોના સંચાલકો સાથે અનેક વખત બેઠકો યોજી તેમની દુકાનમાંથી એન્‍ટી ટી.બી.ની વેચાતી ડ્રગ્‍સની માહિતીના ડેટા માંગવામાં આવ્‍યા હતા. પરંતુ પ્રદેશના ડ્રગ્‍સ વિભાગના નિર્દેશને ગંભીરતાથી નહીં લેતાં છેવટે દાદરા નગર હવેલીના લગભગ 81 અને દમણમાં 21 મળી 102 જેટલી દવાની(કેમિસ્‍ટ) દુકાનોને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે. જેનાથી સંચાલકોમાં ફફડાટ પણ ફેલાયો છે અને હવે ડેટા પહોંચાડવામાટે સક્રિય પણ બન્‍યા છે.

Related posts

દમણ અને દીવ લોકસભા બેઠકઃ 1987થી 2024 લોકસભાની દમણ અને દીવ બેઠક માટે 1989માં યોજાયેલ સામાન્‍ય ચૂંટણીમાં દેવજીભાઈ ટંડેલે અપક્ષ તરીકે બાજી મારી હતી

vartmanpravah

દાનહ શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લા સ્‍તરીય શાળા બેન્‍ડ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

ધરમપુરમાં વર્ષો પહેલા હોળી વખતે રમાતી લુપ્ત થઈ ગયેલી પારંપરિક રમત આટયા પાટયા(હીર પાટા) આ વર્ષે હોળીનાં તહેવારમાં ફરી એક વાર રમાઈ

vartmanpravah

દીવના વણાકબારા ખાતે સોલંકી પરિવાર દ્વારા 17મા પાટોત્‍સવની ભવ્‍ય ઉજવણી કરવામાં આવી

vartmanpravah

કોરોના કાળ બાદ પ્રથમ વખત પ્રાથમિક શાળા શરૂ થતાં દાનહ અને દમણ-દીવ પ્રશાસન દ્વારા પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 1 થી 5નાં બાળકોનું શાળામાં શિક્ષકો દ્વારા ઉત્‍સાહભેર સ્‍વાગત કરાયું

vartmanpravah

સેલવાસ-નરોલી રોડ પર એક વ્‍યક્‍તિને કારે ટક્કર મારતા સારવાર દરમ્‍યાન મોત

vartmanpravah

Leave a Comment