October 15, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

દમણ પોલીસે ગુમ થયેલા સગીર છોકરાને થોડા કલાકોમાં શોધી કાઢી તેના માતા-પિતાને સોંપી દીધો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.12: ગત તા.10-04-2023ના રોજ માહિતી મળી હતી કે રાધા માધવ સોસાયટી, કોલેજ રોડ, નાની દમણમાં રહેતો 13 વર્ષનો સગીર છોકરો શૌર્ય પરાગ પાટીલ અચાનક ક્‍યાંક ગુમ થઈ ગયો છે.
આ અંગેની માહિતી મળતા પોલીસની ટીમ તાત્‍કાલિક ઘટના સ્‍થળે પહોંચી અને રાધા માધવ સોસાયટી અને આસપાસના વિસ્‍તારના સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્‍યા હતા. જેમાં પ્રાથમિક તપાસમાં બહાર આવ્‍યું હતું કે, છોકરો સોસાયટીની બહાર જતો જોવા મળ્‍યો હતો ત્‍યારે છોકરાને શોધવા માટે તરત જ તે દિશામાં પીસીઆર તેમજ મોટરસાયકલ પેટ્રોલિંગ માટે રવાના કરવામાં આવેલ. જેમાં શૌર્ય પરાગ પાટીલ થોડા કલાકોમાં મળી આવ્‍યો હતો અનેસગીર છોકરાને સલામત સ્‍થિતિમાં તેના માતાપિતાને સોંપવામાં આવ્‍યો હતો.

Related posts

વાપી ગુંજન કલા મંદિરમાં સોનાના નકલી બિસ્‍કીટ આપી 1.98 લાખના ઘરેણા ખરીદનારા બે પોલીસ સિકંજામાં

vartmanpravah

આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત સરકારી આયુર્વેદ હોસ્પિટલ દ્વારા વિવિધ કેમ્પમાં મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો

vartmanpravah

પોદાર ઈન્‍ટરનેશનલ સ્‍કૂલમાં ‘શૈક્ષણિક ફિલ્‍ડ ટ્રીપ’નું આયોજન થયું

vartmanpravah

દમણ-દીવના વન વિભાગમાં ફોરેસ્‍ટ ગાર્ડ તરીકે ફરજ બજાવતા દિનેશભાઈ માહ્યાવંશીને આપવામાં આવેલું નિવૃત્તિ વિદાયમાન

vartmanpravah

દીવમાં જલારામ મંદિરનો 28મો પાટોત્‍સવ ધામધૂમથી ઉજવાયો

vartmanpravah

ડૉ. મનસુખ માંડવિયા 5-7 મે, 2022, ગુજરાતના કેવડિયા ખાતે ત્રણ દિવસીય “સ્વસ્થ ચિંતન શિબિર” ની અધ્યક્ષતા કરશે: રાજ્યના આરોગ્ય અને તબીબી શિક્ષણ મંત્રીઓ ભાગ લેશે

vartmanpravah

Leave a Comment