Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડના પ્રભારી અને રાજ્‍યકક્ષાના વન પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલની અધ્‍યક્ષતામાં જિલ્લા આયોજન મંડળની બેઠક મળી

જિલ્લામાં 15 ટકા વિવેકાધીન જોગવાઈના 750 લાખના 421, 5 ટકા પ્રોત્‍સાહકના 25 લાખના 13 અને નગરપાલિકાના વિવેકાધીન ગ્રાંટ હેઠળ 125 લાખના 13 કામોને બહાલી આપી

કચરો ઉપાડવા ટ્રેક્‍ટ્રરોની જગ્‍યાએ ઈ-વિહીકલની ખરીદી કરવી – મંત્રી મુકેશભાઈ પટેલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.13: પ્રજાલક્ષી કામોમાં હેતુફેર નહી કરવા, કામ શરૂ થતાં જ જીઓ ટેગિંગ કરી નિયમિત ડેટા એન્‍ટ્રી કરવા તેમજ કચરો ઉપાડવા માટે હવેથી ટ્રેક્‍ટરને સ્‍થાને ઈ-વિહીકલની ખરીદી કરવા બાબતે વન અને પર્યાવરણ, ક્‍લાઈમેટ ચેન્‍જ, જળ સંપત્તિ અને પાણી પુરવઠાના રાજ્‍યકક્ષાના મંત્રીશ્રી અને વલસાડ જિલ્લાના પ્રભારીમંત્રીશ્રી મુકેશભાઈ પટેલે વલસાડ જિલ્લા આયોજન મંડળની સમીક્ષા બેઠકમાં સુચનો કર્યા હતા.
મંત્રીશ્રીએ બેઠકમાં વિકેન્‍દ્રીત જિલ્લા આયોજન કાર્યક્રમની 15 ટકા વિવેકાધીન જોગવાઈ, 5 ટકા પ્રોત્‍સાહક જોગવાઈ, નગરપાલિકાની વિવેકાધીન ગ્રાંટ હેઠળ જોગવાઈ વર્ષ-2023-24, વિવેકાધીન જિલ્લા કક્ષાની જોગવાઈ વર્ષ-2023-24, ખાસ પ્‍લાન (બક્ષીપંચ) યોજના વર્ષ-2023-24, પ્‍ભ્‍ન્‍ખ્‍ઝત અને ખ્‍વ્‍સ્‍વ્‍ યોજના હેઠળ થનારા કામોની જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી અલકાબેન શાહતેમજ વલસાડ, ધરમપુર, કપરાડા અને ઉમરગામના ધારાસભ્‍યોશ્રી ભરતભાઈ પટેલ, અરવિંદભાઈ પટેલ, જીતુભાઈ ચૌધરી અને રમણલાલ પાટકરની ઉપસ્‍થિતિમાં વિગતવાર સમીક્ષા કરી મંજૂરી આપી હતી.
બેઠકમાં ગ્રામ્‍ય આંતરિક ડામર રસ્‍તા, પ્રાથમિક શિક્ષણ, ગ્રામ્‍ય વીજળીકરણ, પેવર બ્‍લોકના રસ્‍તા, નવી આંગણવાડી બનાવવા અને મરામત કરવા, નાળા બનાવવા, પાણી પુરવઠા માટે ટાંકી, પાઈપલાઈન, બોર બનાવવા, સ્‍થાનિક વિકાસ માટે જાહેર શૌચાલયો અને સ્‍મશાનભૂમી બનાવવા, મજૂર અને મજૂર કલ્‍યાણ માટે મજૂર કેન્‍દ્ર મકાનનું કામ, ભૂમી સંરક્ષણ માટે પ્રોટેક્‍શન વોલ, બસ સ્‍ટેન્‍ડ બનાવવા, આર.સી.સી ગટર બનાવવા, ભૂગર્ભ ગટરની સફાઈ માટે હાઈડ્રોલિક ઓપરેટેડ મશીન ખરીદી, પીવાના પાણીની વ્‍યવસ્‍થા વગેરે કામોને મંજૂરી આપવા બાબતે ચર્ચા કરાઈ હતી.
બેઠકમાં જિલ્લાના 15 ટકા વિવેકાધીન જોગવાઈના 750 લાખના 421, 5 ટકા પ્રોત્‍સાહકના 25 લાખના 13 અને નગરપાલિકાના વિવેકાધીન ગ્રાંટ હેઠળ 125 લાખના 13 કામોને બહાલી આપવામાં આવી હતી. જે અંતર્ગત 15 ટકા વિવેકાધીન અને 5 ટકા પ્રોત્‍સાહક જોગવાઈ હેઠળ ધરમપુર તાલુકામાં કુલ 54 કામો માટે રૂા.150 લાખ, કપરાડા તાલુકામાં કુલ 128 કામો માટે રૂા.150 લાખ, પારડી તાલુકામાં કુલ 71 કામો માટે રૂા.125 લાખ, ઉમરગામ તાલુકામાંકુલ 57 કામો માટે રૂા.125 લાખ, વાપી તાલુકામાં કુલ 50 કામો માટે રૂા.125 લાખ અને વલસાડ તાલુકામાં કુલ 74 કામો માટે રૂા.150 લાખનું જ્‍યારે જિલ્લાની નગરપાલિકાઓમાં 15 ટકા વિવેકાધિન જોગવાઈ હેઠળ વાપી, વલસાડ, પારડી, ઉમરગામ અને ધરમપુર પાલિકાઓમાં કુલ 13 કામો માટે રૂા.125 લાખનું આયોજન કરવામાં આવ્‍યું છે.
બેઠકમાં કલેક્‍ટરશ્રી ક્ષિપ્રા એસ. આગ્રે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનીષ ગુરવાની, પ્રાયોજના વહીવટદાર, પ્રોબેશનરી આઈએએસ નિશા ચૌધરી, નિવાસી અધિક કલેક્‍ટરશ્રી અનસુયા ઝા, જિલ્લા અયોજન અધિકારી મનીષ ગામિત, વલસાડ, પારડી અને ધરમપુર તાલુકાના પ્રાંત અધિકારીઓ સર્વશ્રી નીલેશ કુકડીયા, ડી.જે. વસાવા અને કેતુલ ઈટાલિયા, દરેક તાલુકા પંચાયત પ્રમુખો, તાલુકા વિકાસ અધિકારીઓ, માર્ગ અને મકાન(સ્‍ટેટ) વિભાગના કાર્યપાલક ઈજનેર નિલેશભાઈ પટેલ, માર્ગ અને મકાન વિભાગ(પંચાયત)ના કાર્યપાલક ઈજનેર નિખિલ પાંચાલ, તાલુકા વિકાસ અધિકારીઓ, નગરપાલિકાના ચીફ ઓફિસરો સહિત સંબંધિત વિભાગોના અધિકારી કર્મચારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વલસાડ જિલ્લાની શાળાઓ સ્‍વચ્‍છતાના રંગે રંગાઈ, માનવ સાંકળ વડે ‘‘ક્‍લિન ઈન્‍ડિયા, ક્‍લિન વલસાડ”નો સંદેશ આપ્‍યો

vartmanpravah

લાયન્‍સ ક્‍લબ ઓફ વાપી નાઈસ દ્વારા વાંસદા આઈ હોસ્‍પિટલમાં 48 મોતિયા બિંદના નિઃશુલ્‍ક ઓપરેશન

vartmanpravah

આર.કે. દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસ વાપીમાં ‘‘વાઇટલ લેબોરેટરીસ પ્રાઈવેટ લિમિટેડ” દ્વારા જોબ પ્‍લેસમેન્‍ટનું આયોજન કરાયું

vartmanpravah

સેલવાસ ન.પા.ના બીજી ટર્મના પ્રમુખ તરીકે રજની શેટ્ટી અને ઉપ પ્રમુખ પદે કિશનસિંહ પરમારની બિનહરિફ વરણી

vartmanpravah

સલવાવ સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજ ઐતિહાસિક સિદ્ધિ : ત્રીજા સેમિસ્‍ટર પરીક્ષામાં જીટીયું ટોપ ટેનમાં 3 વિદ્યાર્થી

vartmanpravah

જૈન સમાજની પ્રખ્‍યાત ‘જીટો’ નામની સંસ્‍થાની નવસારી ખાતે સ્‍થાપના કરાઈ

vartmanpravah

Leave a Comment