Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઈનોવેશન હબ, જિલ્લા વિજ્ઞાન કેન્‍દ્ર, ધરમપુરની બે ટીમ ગવર્મેન્‍ટ એન્‍જિનિયરિંગ કોલેજ વલસાડ ખાતે યોજાયેલ નેશનલ લેવલ ટેકફેસ્‍ટ ઈનફિનિયમ 2023: ‘‘એન્‍ડલેસ ઈનોવેશન રોબોટિક્‍સ કેટેગરીમાં વિજેતા થઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.13: ગઈ તા.11/04/2023 થી તા.12/04/2023 ના રોજ ગવર્મેન્‍ટ એન્‍જિનિયરિંગ કોલેજ વલસાડ ખાતે નેશનલ લેવલ ટેકફેસ્‍ટ ઈનફિનિયમ 2023 : એન્‍ડલેસ ઈનોવેશનમાં વિવિધ સ્‍પર્ધાઓનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં ગુજરાતની વિવિધ કોલેજોના સ્‍પર્ધકોએ પોતાના રોબોટ બનાવી સ્‍પર્ધામાં ઉતર્યા હતા. જેમાં જિલ્લા વિજ્ઞાન કેન્‍દ્ર, ધરમપુર રાષ્‍ટ્રીય વિજ્ઞાન સંગ્રહાલય પરિષદ સંસ્‍કળતિ મંત્રાલય ભારત સરકારના અંતર્ગત આવેલા ઈનોવેશન હબના વિદ્યાર્થીઓએ પણ પોતાની પ્રતિભાનું પ્રદર્શન કર્યું હતું.
પહેલા દિવસે એલિમિનેશન રાઉંડ કરવામાં આવ્‍યો હતો. જેમાં કુલ 15 ટીમ એ ભાગ લીધો હતો અને તેમાંથી 5 ટીમ ફાઇનલ રાઉંડ માટે સિલેક્‍ટ થઈ હતી જેમાં જિલ્લા વિજ્ઞાન કેન્‍દ્રના વિદ્યાર્થીઓ સફળ થયા હતા. અંતે ફાઈનલ રાઉંડમાં ઈનોવેશન હબના મેન્‍ટર રાહુલ શાહના માર્ગદર્શન હેઠળ તેમના વિદ્યાર્થીઓ રોનક ચૌહાણની ટીમ અને ક્રિષ્‍ના સિંઘની ટીમ રોબોરેસ સ્‍પર્ધામાં પ્રથમ અનેદ્વિતીય ક્રમ પ્રાપ્ત કરી વિજેતા થઈ હતી. તેઓએ જિલ્લા વિજ્ઞાન કેન્‍દ્ર, ધરમપુર ખાતે આવેલ ઈનોવેશનહબમાં રોબોટની ડિઝાઈન બનાવી વિવિધ સેન્‍સર્સ, મોટરર્સ અને કન્‍ટ્રોલરર્સ નો ઉપયોગ કરી વાયરલેસ મોબાઈલ ઓપરેટેડ ષ્‍ત્‍જ્‍ત્‍ રોબોટિક કાર તૈયાર કરી હતી. સ્‍પર્ધાના અંતે વિજેતા ટીમને રૂપિયા 1500.00 અને 1તદ્દ રનર અપ ને રૂપિયા 1000.00 નું ઈનામ અને પ્રમાણપત્ર આપવામાં આવ્‍યું હતું.
જિલ્લા વિજ્ઞાન કેન્‍દ્ર, ધરમપુર ખાતે આવેલ ઈનોવેશન હબ શાળા અને કોલેજના વિદ્યાર્થીઓને રોબોટ અને ટેક્‍નોલોજી વિશે માહિતી અને ટ્રેનિંગ આપે છે અને તેમનામાં રહેલી ક્ષમતાને ઉજાગર કરે છે. તેની સાથે જ ઈનોવેશન હબ બાળકોને આવી નેશનલ અને ઈન્‍ટરનેશનલ સ્‍પર્ધાઓમાં ભાગ લેવા માટે પ્રોત્‍સાહિત કરે છે તથા માર્ગદર્શન પુરુ પાડે છે. તેમજ વેકેશન દરમ્‍યાન વિવિધ વિષયો પર કેમ્‍પનું આયોજન પણ કરવામા આવે છે.
15 એપ્રિલના રોજ ઈનોવેશન હબમાં સવારે 11.00 કલાકે 3ઝ પ્રિન્‍ટિંગનું વર્કશોપ યોજાશે. ભાગ લેવા માંગતા તમામ સહભાગીઓએ જિલ્લા વિજ્ઞાન કેન્‍દ્ર ધરમપુરનો મો.9979170797 / 9426653643 પર સંપર્ક કરવા જણાવાયું છે.

Related posts

પશ્ચિમ ભારત માછી મહાસંઘ અને સૌરાષ્‍ટ્રના માછી સમાજના પ્રતિનિધિ મંડળે મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ, નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ સહિતના મંત્રીઓની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

વાપી રોફેલ કોલેજ પાસે 20 કરોડના ખર્ચે અધ્‍યતન ઓડિટોરિયમ 6 મહિનામાં સાકાર થશે

vartmanpravah

ધરમપુરના ખટાણા જલારામ મંદિર ખાતે સુવર્ણ જયંતિ મહોત્‍સવની ઉજવણી

vartmanpravah

મોતીવાડાની 22 વર્ષિય યુવતી ગુમ

vartmanpravah

રાજ્યના નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ ઉમરસાડી ખાતે રૂ. ૯.૫૦ કરોડના ખર્ચે તૈયાર થનાર ૧૨૬ મીટર લાંબા પેડેસ્ટલ બ્રિજનું ખાતમુહૂર્ત કર્યું

vartmanpravah

વલસાડ નંદવાલા ગામે પેપર-પસ્‍તીના ગોડાઉનમાં ભિષણ આગ લાગી : લાખોનો સામાન ખાખ

vartmanpravah

Leave a Comment