July 22, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લા આરોગ્‍ય કર્મચારીઓની જિ.પં. પ્રમુખ અને ડી.ડી.ઓ. સમક્ષ પડતર માંગણીની રજૂઆત

માંગણીઓ નહી સંતોષાય તો જિલ્લામાં આરોગ્‍ય સેવા ઠપ્‍પ કરવાની ચીમકી ઉચ્‍ચારી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.13: વલસાડ જિલ્લાના આરોગ્‍ય કર્મચારી મંડળ લાંબા સમયથી પડતર પ્રશ્નોના ઉકેલ માટે લડત ચલાવી રહેલ છે પરંતુ કોઈ પ્રતિભાવ નહી મળતા આજે આરોગ્‍ય કર્મચારી મંડળના હોદ્દેદારો, જિલ્લા પંચાયત પ્રમુખ અને ડી.ડી.ઓ.ને મળી આવેદનપત્ર પાઠવ્‍યું હતું.
વલસાડ જિલ્લા આરોગ્‍ય કર્મચારી મંડળના પ્રમુખ કેતનભાઈ પટેલ, મંત્રી રાયલુભાઈ ગાંવિત અને હોદ્દેદારો આજે વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ અલકાબેન શાહ તથા ડી.ડી.ઓ.ને મળી આરોગ્‍યકર્મચારીઓની પડતર સમસ્‍યા અને પ્રશ્નોનો ઉકેલ લાવવાની રજૂઆત કરી આવેદનપત્ર સુપરત કર્યુ હતું. ગત તા.18 જાન્‍યુઆરીએ સમાધાન કરેલ. ઉકેલ લાવવાની મહેનત આપેલ તેનો અમલ આજદિન સુધી થયેલ નથી તેથી આરોગ્‍ય વિભાગના કર્મચારીઓની માંગણી સંતોષાય નહી તો આગામી સમયે જિલ્લા પંચાયત સંચાલીત તમામ આરોગ્‍ય સેવાઓ ઠપ્‍પ કરવાની આરોગ્‍ય કર્મચારી મંડળે ચીમકી ઉચ્‍ચારી હતી.

Related posts

શ્રીમદ્દ રાજચંદ્ર મિશન, ધરમપુર દ્વારા આયોજિત ‘અંજનશલાકા પ્રતિષ્ઠા અષ્ટાન્હિકા મહોત્સવ’માં સહભાગી થતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ: શ્રીમદ્દ રાજચંદ્ર મિશને અંતરિયાળ આદિવાસી વિસ્તારમાં ધર્મ સાથે સામાજિક ઉત્તરદાયિત્વથી સેવાની જ્યોત પ્રજ્વલિત કરી છે

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ-દમણ-દીવ અને લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની ઉપસ્‍થિતિમાં હિંમતનગરના ધારાસભ્‍ય વી.ડી.ઝાલાનો અભિવાદન સમારોહયોજાયો

vartmanpravah

દાદરા નગર હવેલીમાં બુધવારે એક ઇંચ વરસાદ વરસ્‍યો

vartmanpravah

રવિવારે દાનહમાં એકપણ કોરોના પોઝિટિવ કેસ નહીં

vartmanpravah

દમણ જિલ્લા પ્રશાસને ભીમપોર ખાતે એક કિ.મી. લાંબી નહેર ઉપર કરાયેલા ગેરકાયદે બાંધકામોનું કરેલું ડિમોલીશન

vartmanpravah

પ્રદેશ ભાજપ મહિલા મોર્ચાએ સામાજીક ન્‍યાય સપ્તાહ અંતર્ગત દમણના તીન બત્તી નજીક જલારામ મંદિરના પ્રાંગણમાં મહિલાઓએ ચલાવેલું સ્‍વચ્‍છતા અભિયાન

vartmanpravah

Leave a Comment