Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસ ન.પા.ના અધ્‍યક્ષ રાકેશસિંહ ચૌહાણે વિવિધ સોસાયટીના રહેવાસીઓને પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહેવા કરેલું આહ્‌વાન

સેલવાસને સ્‍માર્ટ સીટી બનવાનું સૌભાગ્‍યપણ પ્રધાનમંત્રીશ્રીની દુરંદેશીથી મળ્‍યું હોવાથી તેમનો આભાર પ્રગટ કરવા મોટી સંખ્‍યામાં જોડાવા લોકોને કરેલી અપીલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.21: પ્રધાનમંત્રીશ્રી નરેન્‍દ્રભાઈ મોદીના સેલવાસ આગમનના સંદર્ભમાં આજે સેલવાસ ન.પા.ના અધ્‍યક્ષ શ્રી રાકેશસિંહ ચૌહાણે કાઉન્‍સિલરોની સાથે વોર્ડ નં. 1, 7 અને 8ના સાંઈધામ સોસાયટી, સાંઈ દર્શન સોસાયટી, સાંઈ ઓરા સોસાયટી અને તિરૂપતિ રેસીડેન્‍સી સોસાયટીમાં જનસભા કરી પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહેવા લોકોને આમંત્રણ પાઠવ્‍યું હતું.
સેલવાસ ન.પા.ના અધ્‍યક્ષ શ્રી રાકેશસિંહ ચૌહાણે પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની કૃપાદૃષ્‍ટિથી સમસ્‍ત દાદરા નગર હવેલીના થયેલા વિકાસનો ચિતાર આપ્‍યો હતો અને સેલવાસને સ્‍માર્ટ સીટી બનવાનું સૌભાગ્‍ય પણ પ્રધાનમંત્રીશ્રી નરેન્‍દ્રભાઈ મોદીની દુરંદેશીથી મળ્‍યું હોવાનું જણાવી શહેરીજનોને મોટી સંખ્‍યામાં પ્રધાનમંત્રીશ્રીની સભામાં ઉપસ્‍થિત રહેવા આહ્‌વાન કર્યું હતું.

Related posts

દેશભરમાં વિજળીના ખાનગીકરણ સામે તેજ થઈ રહેલો અવાજ : 27 લાખ વીજ કર્મીઓ-એન્‍જિનિયરો 23-24મીફેબ્રુ.એ હડતાલમાં જોડાશે

vartmanpravah

વાપી સહિત વલસાડ જિલ્લામાં કરુણા અભિયાનનો પ્રારંભ

vartmanpravah

દમણમાં ગુરૂવારની રાત્રિએ છતનો શેડ કાપીને 3 દુકાનોમાંથી 70 હજારની ચોરી

vartmanpravah

સલવાવ ફાર્મસી કોલેજ દ્વારા આઝાદી કા અમૃત મહોત્‍સવ અભિયાન અંતર્ગત ઉમંગભેર તિરંગા રેલી યોજાઈ

vartmanpravah

નરોલીના યુવાને દમણગંગા નદીમાં ઝંપલાવ્‍યું: ફાયર વિભાગ દ્વારા યુવાનની શોધખોળ હાથ ધરાઈ

vartmanpravah

‘સબકી યોજના, સબકા વિકાસ’ અંતર્ગત દુણેઠામાં ગ્રામસભા યોજાઈ

vartmanpravah

Leave a Comment