Vartman Pravah
Breaking Newsઉમરગામડિસ્ટ્રીકટવલસાડ

ઉમરગામમાં વ્યસનના રવાડે ચઢેલા પતિનું અભયમની ટીમે કાઉન્સેલિંગ કરી સંસાર થાળે પાડયો

  • પતિ નોકરી ધંધો ન કરી પરિવારના સભ્યો પર ત્રાસ ગુજારતો હોવાથી ૧૮૧ પર પત્નીએ કોલ કર્યો હતો

  • બંનેએ ૧૭ વર્ષ પહેલા પ્રેમ લગ્ન કર્યા હતા અને હાલમાં બે સંતાનો છે

વલસાડ તા. ૨૬ એપ્રિલ : ઉમરગામ તાલુકાના શહેરી વિસ્તારમાંથી એક પરિણીતા બેરોજગાર પતિના વ્યસનના ત્રાસથી કંટાળી માનસિક રીતે પડી ભાંગી હતી. છેવટે ૧૮૧ અભયમને  વ્યથા જણાવતા ટીમે ઘટના સ્થળે પહોંચી પતિનું કાઉન્સિલિંગ કરી સમાધાન કરાવ્યું હતું.

       ઉમરગામની પરિણીતાએ અભયમની ટીમને જણાવ્યું હતું કે, ૧૭ વર્ષ પહેલા તેમણે પ્રેમ લગ્ન કર્યા હતા. હાલમાં બે બાળકો છે. ઘણા સમયથી મજૂરી કામ માટે બહારગામ રહેતા હોવાથી પોતાનું મકાન નથી અને ભાડાના મકાનમાં રહે છે. લગ્નનાં થોડાં સમય સુધી પતિ નોકરી કરી પરિવારનું ભરણપોષણ કરતો હતો પરંતુ થોડા સમય બાદ વ્યસનની આદત પડતા નોકરી ધંધો કરતો ન હતો. નોકરી જવા માટે જણાવવામાં આવે તો થોડા દિવસ નોકરી કરીને બાદમાં છોડી દે છે. હાલમાં પરિણીતા પોતે નોકરી કરી સાસુ અને બાળકોનું ભરણપોષણ કરે છે. પતિ ખૂબ જ વ્યસન કરી પરિવારના સભ્યોને હેરાન કરતો આવ્યો છે. ઘણા સમયથી આવી જ પરિસ્થિતિ હોવાથી ઘણા મહિનાથી મકાનનું ભાડું પણ ભરાયુ નથી. જે અંગે પતિને જણાવે તો ઝઘડો કરતો હતો. અનેકવાર સમજાવવા છતાં પતિ કોઈપણ બાબતે સમજવા રાજી ન થતાં છેવટે ત્રાસી જઈ 181 ટીમની મદદ માંગી હતી. અભયમની ટીમે પતિ સાથે રૂબરૂ વાતચીત કરી અને સમજાવવાની કોશિશ કરી હતી. પતિ ઘરમાં એક માત્ર જવાબદાર વ્યક્તિ હોવાથી પોતાની ફરજ અદા કરવા માટે સમજાવી વ્યસન કરવાથી લાંબા ગાળે સ્વાસ્થ્ય ઉપર ખૂબ જ ખરાબ અસર પડી શકે છે જેના કારણે પરિવારના સભ્યો ઉપર અને બાળકના ભવિષ્ય ઉપર પણ વિપરીત અસર થાય છે. આમ પતિને પોતાની ભૂલ સમજાતા પરિવારની માફી માંગી અને હવે પછી વ્યસન ન કરવા માટે ખાતરી આપી અને એક જવાબદાર વ્યક્તિ બની પરિવારની સાર સંભાળ લેવા જણાવી પોતાને જવાબદારીનો અહેસાસ કરાવવા બદલ 181 ટીમનો આભાર માન્યો હતો.

Related posts

જિલ્લા વિજ્ઞાન કેન્‍દ્ર ધરમપુર ખાતે 8મા આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસની કરવામાં આવેલી ઉજવણી

vartmanpravah

સાદડવેલ ગામે કાર અને બાઈક વચ્‍ચે સર્જાયેલા અકસ્‍માતમાં બાઈક સવારનું સ્‍થળ ઉપર મોત

vartmanpravah

ધરમપુરમાં વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના હસ્‍તે રૂા. 200 કરોડના ખર્ચે સાકાર થયેલી શ્રીમદ્‌ રાજચંદ્ર હોસ્‍પિટલનું વર્ચ્‍યુઅલી ઉદ્‌ઘાટન કરાયું

vartmanpravah

લક્ષદ્વીપના મીનીકોય ટાપુ ખાતે ભારતીય નૌકાદળના આઈ.એન.એસ. જટાયુ નેવલ બેઝનું પ્રશાસક પ્રફુલભાઈ પટેલની ઉપસ્‍થિતિમાં કરાયું કમિશનિંગ

vartmanpravah

વાપી કેબીએસ કોલેજમાં ટોક શો યોજાયો

vartmanpravah

સંઘપ્રદેશના ઈતિહાસમાં જોડાયેલો પ્રેરણાદાયી અધ્‍યાયઃ દાનહના આદિવાસી નેતા સ્‍વ. ભીખુભાઈ ભીમરાની બે જોડિયા દિકરીઓએ લંડનની સ્‍કૂલ ઓફ ઈકોનોમિક્‍સમાંથી મેળવેલી માસ્‍ટર્સની ડીગ્રી

vartmanpravah

Leave a Comment