June 30, 2025
Vartman Pravah
Breaking Newsવલસાડ

વલસાડમાં રાષ્‍ટ્રિયકૃત બેંકોના કર્મચારીઓએ હડતાલ પાડી બેંકોના ખાનગીકરણ બિલનો કરેલો વિરોધ

જિલ્લાના બે હજાર ઉપર બેંક કર્મચારીઓ હડતાલ-પ્રદર્શનમાં જોડાયા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.16
દેશની કેટલીક રાષ્‍ટ્રિયકૃત બેંકનું ખાનગીકરણ કરવા માટે સરકાર ચાલુ સંસદીય છત્રમાં બિલ લાવી રહી છે. જેનો વિરોધ નોંધાવવા દેશભરના બેંક કર્મચારીઓએ આજે હડતાલ પાડી હતી. વલસાડ તિથલ રોડ બેંક ઓફ બરોડા પાસે વલસાડ જિલ્લાના બેંક કર્મચારીઓ હડતાલ પર બેસીને બેંક ખાનગીકરણ બિલનો વિરોધ નોંધાવ્‍યો હતો.
ભારતભરમાં આજે 16 ડિસેમ્‍બરે સરકાર દ્વારા રાષ્‍ટ્રિયકૃત બેંકોનું ખાનગીકરણ કરવાનું બિલ સંસદમાં લાવી રહી છે ત્‍યારે બેંક કર્મચારીઓ હડતાલ પાડી વિરોધ દર્શાવ્‍યો હતો. દેશના 9 લાખ ઉપરાંતરાષ્‍ટ્રિયકૃત બેંકના કર્મચારીઓ હડતાલમાં જોડાયા હતા. જ્‍યારે વલસાડ જિલ્લાની રાષ્‍ટ્રિયકૃત બેંકના કર્મચારીઓ પણ આ હડતાલમાં જોડાયા હતા. 2 હજાર ઉપરાંત કર્મચારીઓએ આજે હડતાલ પાડી હતી. વલસાડ તિથલ રોડ બેંક ઓફ બરોડાની શાખા સામે બેસીને દેખાવો યોજ્‍યા હતા. બેંકોના કર્મચારીઓનું કહેવું છે કે, સરકારી બેંકો નાનામાં નાના લોકોની સેવા વ્‍યાજબી દરોથી કરે છે. ખાનગીકરણ થશે તો બેંક સેવાના દરો વધશે. ઝીરો બેલેન્‍સથી રાષ્‍ટ્રિયકૃત બેંકોએ લાખો જનધન ખાતા ખોલ્‍યા છે.

Related posts

સંઘપ્રદેશના ગ્રામ્‍ય વિકાસ વિભાગના સચિવ તરીકે ગૌરવ સિંહ રાજાવતે ગ્રામજનોમાં પેદા કરેલો આત્‍મિય ભાવ

vartmanpravah

વાપી સેન્‍ટ ફ્રાન્‍સીસ સ્‍કૂલની બે વિદ્યાર્થીનીઓની નેશનલ વોલીબોલ સ્‍પર્ધામાં પસંદગી

vartmanpravah

કપરાડા કુંભઘાટ ઉપર ટ્રક પલટી મારી જતા અકસ્‍માત સર્જાયો

vartmanpravah

વલસાડ આઈટીઆઈ ખાતે ‘હોમ આયા’ કોર્સની કલેક્‍ટરશ્રી ક્ષિપ્રા આગ્રે શરૂઆત કરાવી

vartmanpravah

ચીવલ મરીમાતા મંદિરે ગરબા મહોત્‍સવ યોજાયો

vartmanpravah

દાનહ સિવિલ સોસાયટી જિ.પં.ના વિકાસ કામોનું સોશિયલ ઓડિટ કરશે

vartmanpravah

Leave a Comment