October 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામડિસ્ટ્રીકટવલસાડ

ઉમરગામમાં વ્યસનના રવાડે ચઢેલા પતિનું અભયમની ટીમે કાઉન્સેલિંગ કરી સંસાર થાળે પાડયો

  • પતિ નોકરી ધંધો ન કરી પરિવારના સભ્યો પર ત્રાસ ગુજારતો હોવાથી ૧૮૧ પર પત્નીએ કોલ કર્યો હતો

  • બંનેએ ૧૭ વર્ષ પહેલા પ્રેમ લગ્ન કર્યા હતા અને હાલમાં બે સંતાનો છે

વલસાડ તા. ૨૬ એપ્રિલ : ઉમરગામ તાલુકાના શહેરી વિસ્તારમાંથી એક પરિણીતા બેરોજગાર પતિના વ્યસનના ત્રાસથી કંટાળી માનસિક રીતે પડી ભાંગી હતી. છેવટે ૧૮૧ અભયમને  વ્યથા જણાવતા ટીમે ઘટના સ્થળે પહોંચી પતિનું કાઉન્સિલિંગ કરી સમાધાન કરાવ્યું હતું.

       ઉમરગામની પરિણીતાએ અભયમની ટીમને જણાવ્યું હતું કે, ૧૭ વર્ષ પહેલા તેમણે પ્રેમ લગ્ન કર્યા હતા. હાલમાં બે બાળકો છે. ઘણા સમયથી મજૂરી કામ માટે બહારગામ રહેતા હોવાથી પોતાનું મકાન નથી અને ભાડાના મકાનમાં રહે છે. લગ્નનાં થોડાં સમય સુધી પતિ નોકરી કરી પરિવારનું ભરણપોષણ કરતો હતો પરંતુ થોડા સમય બાદ વ્યસનની આદત પડતા નોકરી ધંધો કરતો ન હતો. નોકરી જવા માટે જણાવવામાં આવે તો થોડા દિવસ નોકરી કરીને બાદમાં છોડી દે છે. હાલમાં પરિણીતા પોતે નોકરી કરી સાસુ અને બાળકોનું ભરણપોષણ કરે છે. પતિ ખૂબ જ વ્યસન કરી પરિવારના સભ્યોને હેરાન કરતો આવ્યો છે. ઘણા સમયથી આવી જ પરિસ્થિતિ હોવાથી ઘણા મહિનાથી મકાનનું ભાડું પણ ભરાયુ નથી. જે અંગે પતિને જણાવે તો ઝઘડો કરતો હતો. અનેકવાર સમજાવવા છતાં પતિ કોઈપણ બાબતે સમજવા રાજી ન થતાં છેવટે ત્રાસી જઈ 181 ટીમની મદદ માંગી હતી. અભયમની ટીમે પતિ સાથે રૂબરૂ વાતચીત કરી અને સમજાવવાની કોશિશ કરી હતી. પતિ ઘરમાં એક માત્ર જવાબદાર વ્યક્તિ હોવાથી પોતાની ફરજ અદા કરવા માટે સમજાવી વ્યસન કરવાથી લાંબા ગાળે સ્વાસ્થ્ય ઉપર ખૂબ જ ખરાબ અસર પડી શકે છે જેના કારણે પરિવારના સભ્યો ઉપર અને બાળકના ભવિષ્ય ઉપર પણ વિપરીત અસર થાય છે. આમ પતિને પોતાની ભૂલ સમજાતા પરિવારની માફી માંગી અને હવે પછી વ્યસન ન કરવા માટે ખાતરી આપી અને એક જવાબદાર વ્યક્તિ બની પરિવારની સાર સંભાળ લેવા જણાવી પોતાને જવાબદારીનો અહેસાસ કરાવવા બદલ 181 ટીમનો આભાર માન્યો હતો.

Related posts

ભીલાડ-બરોડા મેમુ ટ્રેનમાં ડુંગરી નજીક બે ખુદાબક્ષ મુસાફરોએ ટી.સી. ઉપર હુમલો કરી લૂંટ ચલાવી

vartmanpravah

કેન્‍દ્રીય વક્‍ફ ડેવલપમેન્‍ટ કમિટીના ચેરપર્સન ડો. દરાખશાન અંદ્રાબીએ પ્રતિનિધિ મંડળ સાથે સંઘપ્રદેશની લીધેલી મુલાકાત

vartmanpravah

આજથી શ્રી દમણ જિલ્લા કોળી પટેલ સમાજ દ્વારા સોમનાથ ભવન ભેંસરોડ ખાતે શ્રીમદ્‌ ભાગવત કથા યોજાશે

vartmanpravah

ચીખલીના તાલુકાના કુકેરી ગામમાં પરષોત્તમ રૂપાલા ટિકિટ રદ્‌ ન થાય ત્‍યાં સુધી ભાજપ નેતાઓના પ્રવેશબંધીના બેનરો લગાડાયા

vartmanpravah

વાડધા-મનાલા રોડ ઉપરથી રાત્રે ખેરના જથ્‍થો ભરેલ ક્‍વોલીસ કાર ઝડપાઈ : ચાલક ફરાર

vartmanpravah

મોટી દમણ જમ્‍પોર બીચ ખાતે ચાર તરૂણીઓના ડૂબી જતા મોત

vartmanpravah

Leave a Comment