Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ગોઈમાંના આધેડે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્‍યું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.26: પારડી તાલુકાના ગોઈમા ગામે મોટા ફળિયા ખાતે રહેતા મહેશભાઈ પરાગભાઈપટેલ ઉવ 50 એ ગત રોજ પોતાના ઘરે કોઈ કારણસર પંખા સાથે દોરી બાંધી ગળે ફાંસો ખાઈ લીધો હતો. મહેશભાઈનો પુત્ર કોલેજથી ઘરે આવતા તેણે ઘરનો મેઈન દરવાજો બંધ જોયો હતો. જે બાદ તે અન્‍ય રૂમ મારફતે દીવાલ પરથી ઘરમાં પ્રવેશતા આખી ઘટના પ્રકાશમાં આવી હતી. મહેશભાઈને ફાંસો ખાધેલી હાલતમાં જોઈ તેમને તાત્‍કાલિક નીચે ઉતારી રોહિણા સરકારી હોસ્‍પિટલ લઈ જવાયા હતા જ્‍યાં ફરજ પરના તબીબે મહેશભાઈને મૃત જાહેર કરવામાં આવતા આ અંગે પારડી પોલીસને જાણ કરવામાં આવી હતી. પારડી પોલીસે મૃત દેહનો કબ્‍જો મેળવી પીએમ કરાવી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Related posts

દાનહમાં 01 કોરોના પોઝીટીવ કેસ નોંધાયા

vartmanpravah

લાયન્‍સ ક્‍લબ ઈન્‍ટરનેશનલના ડિસ્‍ટ્રીક્‍ટ-3232એફ2-ની રીજીયન-4માં આવતી વાપી, વલસાડ, પારડી, ઉદવાડા અને દમણની 12 ક્‍લબનો મેમ્‍બરશીપ વર્કશોપ યોજાયો

vartmanpravah

દાનહની મુલાકાતના પહેલા દિવસે પ્રશાસક પ્રફુલભાઈ પટેલે 17 કરતા વધુ કાર્યાન્‍વિત પ્રોજેક્‍ટો-વિકાસ કામોનું કરેલું નિરીક્ષણ

vartmanpravah

કચીગામમાં એકતા દિવસના ઉપલક્ષમાં ‘ફીટ ઈન્‍ડિયા ફ્રીડમ રન’ યોજાઈ

vartmanpravah

ઉમરગામ પાલિકા તંત્ર દ્વારા રખડતા ઢોરોના ત્રાસનો કાયમી ઉકેલ લાવવાનો પ્રયાસ

vartmanpravah

પારડીમાં સાળંગપુરના હનુમાન દાદાના રથની પધરામણી

vartmanpravah

Leave a Comment