Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદીવદેશ

દીવ ન.પા. દ્વારા ‘પ્રધાનમંત્રી આવાસ’ યોજના તથા ‘સૂર્યોદય આવાસ’ યોજના હેઠળ બનેલા ફલેટોની લાભાર્થીઓની ફાળવણી માટે કરાયેલો ડ્રો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.26: પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન અને દિશા-નિર્દેશ મુજબ કેન્‍દ્ર શાસિત પ્રદેશ દીવના શહેરી તથા ગ્રામીણ વિસ્‍તારોમાં ‘પ્રધાનમંત્રી આવાસ’ યોજના તથા ‘સૂર્યોદય આવાસ’ યોજના હેઠળ બનેલા ફલેટોનો આજે ડ્રો કરી લાભાર્થીઓને ફલેટ નંબર આપવામાં આવ્‍યા હતા. દીવના શહેરી વિસ્‍તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 104 ફલેટસ, ઘોઘલા બાદોડકર કોલોની ખાતે અને બૂચરવાડા ચેક પોસ્‍ટ પાસે બનાવેલા સૂર્યોદય યોજના હેઠળ બનેલા 77 ફલેટ્‍સનું નગરપાલિકાના સભાખંડમાં આજે ડ્રો કરાયો હતો.
આજે કુલ 181 લાભાર્થીઓમાટે ફલેટોની સોંપણી હેતુ ડ્રોનું આયોજન કરવામાં આવ્‍યુ હતું. લાભાર્થીઓને ફલેટ્‍સ મળતા તેઓની આંખમાં ખુશીના આંસુ છલકાયા હતા. આજે ડ્રો દરમિયાન જે લાભાર્થીઓને ફલેટ મળ્‍યા છે તેને આવતીકાલે સવારે 10:30 કલાકે દાદરા નગર હવેલી અને દમણ-દીવ તથા લક્ષદીપના પ્રશાસક શ્રી પ્રફુલ પટેલના હસ્‍તે ફલેટની ચાવી સોંપવામાં આવશે. આજે ગ્રામીણ વિસ્‍તારમાં અરજી કરનાર દરેક લાભાર્થીઓને ફલેટ્‍સ આપવામાં આવ્‍યા છે જ્‍યારે શહેરી વિસ્‍તારમાં બાકી રહેલા લાભાર્થીઓને બે મહિના પછી ફરી ડ્રો કરીને ફલેટ્‍સ અપાશે.

Related posts

કપરાડા તાલુકાના કરચોંડ જિ.પં.માં આવતા ગામોમાં ધારાસભ્‍ય જીતુભાઈ ચૌધરીના ઉપસ્‍થિતિમાંરસ્‍તાનું ખાતમુહૂર્ત કરાયું

vartmanpravah

લાઈસન્‍સ વિનાના વ્‍યાજખોરો હવે થશે જેલ ભેગા : શરૂઆતમાં જ સફળતા પ્રાપ્ત કરતી પારડી પોલીસ

vartmanpravah

અમારા  માટે પાકું મકાન એ સપના જોવા બરોબર હતું: – શ્રીમતી જયાબેન ઉતમભાઈ રાઠોડને

vartmanpravah

વલસાડ કૈલાસ રોડ સ્‍મશાન ભૂમિ નજીક ઔરંગા નદીમાં અજાણ્‍યા યુવાનની લાશ તણાઈ આવી

vartmanpravah

વાપી પોદાર ઈન્‍ટરનેશનલ શાળામાં ‘આનંદ મેળા’નું આયોજન થયું

vartmanpravah

વલસાડ નગરપાલિકા કર્મચારીની મોપેડને રખડતા ઢોરોએ ટક્કર મારી દેતા કર્મચારીનું ઘટના સ્‍થળે જ મોત

vartmanpravah

Leave a Comment