Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ દીવની મુલાકાતે

દીવમાં થઈ રહેલા વિકાસ કામોનું પ્રશાસક પ્રફુલભાઈ પટેલે બારિકાઈથી નિરીક્ષણ કરી અધિકારીઓ, એન્‍જિનિયરો અને કોન્‍ટ્રાક્‍ટરોને આપેલા જરૂરી સૂચનો અને દિશા-નિર્દેશ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.26: કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ તથા લક્ષદ્વીપના પ્રશાસક અને વિકાસ પુરૂષ શ્રી પ્રફુલભાઈ પટેલ આજે બપોરે 12:30 કલાકે દીવ પહોંચ્‍યા હતા. જ્‍યાં તેઓનું જલંધર સર્કિટ હાઉસ ખાતે આગમન થતા સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું.
પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે દીવમાં વિવિધ વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને દીવના થઈ રહેલા તમામ વિકાસના કાર્યો વિશેની જાણકારી મેળવી હતી. દરમિયાન દીવ ખાતે યોજાનાર ઞ્‍20ની બેઠકની તૈયારી તથા આયોજન અંગે પણ જિલ્લાના અધિકારીઓ, કર્મચારીઓ તથા ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ સાથે વિસ્‍તૃત ચર્ચા-વિચારણાં કરી હતી.
સાંજે 5:00 કલાકે પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે દીવમાં થઈ રહેલા વિવિધ વિકાસ કામોનું નિરિક્ષણ કર્યું હતું. જેમાં તેઓએ દીવ કિલ્લો, દીવ ફોર્ટ સર્કિટ હાઉસ, એજ્‍યુકેશન હબ વગેરેનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કર્યું અને ઉપસ્‍થિત અધિકારીઓ, એન્‍જિનિયરો તથા કોન્‍ટ્રાક્‍ટરો જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપ્‍યુંહતું.
અત્રે યાદ રહે કે, પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે વિકાસ કામોમાં વાપરવામાં આવતા મટીરીયલની પણ બારિકાઈથી તપાસ કરી હતી કામમાં કોઈપણ પ્રકારની ક્ષતિ કે કચાશ નહીં રહી જાય તથા કામ સમયસર પૂર્ણ થાય તે બાબતે જવાબદાર તમામને સુચના આપી હતી.
પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની દીવ મુલાકાત પ્રસંગે દીવ જિલ્લા કલેક્‍ટર શ્રી ફવર્મન બ્રહ્મા, સરકારી વિવિધ શાખાના અધિકારીઓ, એન્‍જિનિયરો, કોન્‍ટ્રાક્‍ટરો, કાઉન્‍સિલરો વગેરે હાજર રહ્યા હતા.

Related posts

વાપી ટાઉન પોલીસની પ્રોહિબિશન ગુનાની વોન્‍ટેડ મહિલા આરોપી સુરત પોલીસે ઝડપી લીધી

vartmanpravah

દાનહ પ્રશાસન દ્વારા સ્‍વચ્‍છતા દિવસની ઉજવણી કરાઈ

vartmanpravah

મહાશિવરાત્રીના પર્વ અને આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસ નિમિત્તે હરીશ આર્ટ દ્વારા કરચોંડ ગામની મહિલાઓને સાડી અને બાળકોને કપડાં વિતરણ કરાયા

vartmanpravah

ધરમપુર આસુરા ગામે સાસરે જવા નિકળેલ દંપતિની મોપેડને ઈકોએ ટક્કર મારતા પતિનું મોત

vartmanpravah

સેલવાસમાં ધોધમાર વરસાદઃ 24 કલાકમાં 13.50 ઈંચ વરસેલો વરસાદ

vartmanpravah

વાપી છરવાડા રોડ ઉમિયા ચોકથી અમૃત કળશ રથને લીલી ઝંડી અપાઈ

vartmanpravah

Leave a Comment