October 17, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણસેલવાસ

દમણ-દીવના સાંસદ લાલુભાઈ પટેલની પ્રતિષ્‍ઠાને ખરાબ કરવાનું કાવતરૂં: ઉદ્યોગપતિઓ પાસે અજ્ઞાત લોકો દ્વારા સાંસદના નામ ઉપર મંગાતા પૈસા

સાંસદ લાલુભાઈ પટેલે સ્‍વયં વિડીયો દ્વારા આ પ્રકારના તત્ત્વોને પોલીસમાં સુપ્રત કરવા ઉદ્યોગપતિઓને કરેલી અપીલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.28: દમણ-દીવના સાંસદ શ્રી લાલુભાઈ પટેલના નામ ઉપર કેટલાક અજ્ઞાત શખ્‍સો દ્વારા ઉદ્યોગપતિઓને ફોન કરી પૈસાની માંગણી કરતા હોવાની ઘટના પ્રકાશમાં આવતા સ્‍વયં સાંસદ શ્રી લાલુભાઈ પટેલને સ્‍પષ્‍ટતા કરી ચેતવણી આપવાની ફરજ પડી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સાંસદ શ્રી લાલુભાઈ પટેલે આજે જારી કરેલ એક વિડીયોમાં ઉદ્યોગપતિઓને અપીલ કરતા જણાવ્‍યું છે કે, કેટલાક અસામાજિક તત્ત્વો તેમના નામનો ઉપયોગ કરી ઉદ્યોગપતિઓ પાસેથી વસૂલી કરી રહ્યા છે. આવા લોકો તેમની છબી ખરાબ કરવાના ઈરાદાથી આવી હરકત કરી રહ્યા હોવાનું પણ સાંસદશ્રીએ જણાવ્‍યું છે.
સાંસદ શ્રી લાલુભાઈ પટેલે પ્રદેશના ઉદ્યોગપતિઓએ અપીલ કરતા જણાવ્‍યું છે કે, તેઓ કોઈને પણ તેમના નામ ઉપર પૈસા નહીં આપે અને આવી વ્‍યક્‍તિઓ વિરૂદ્ધ પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ કરે. શ્રી લાલુભાઈ પટેલે પોતાના જારી કરેલા વિડીયોમાં જણાવ્‍યું છે કે, તેમને કેટલીક કંપનીઓનાપ્રતિનિધિઓએ ફોન કરીને જણાવ્‍યું હતું કે, સાંસદશ્રીના નામ ઉપર કેટલાક લોકો મંદિર નિર્માણ માટે, મહાપ્રસાદ કે અન્‍ય ધાર્મિક કામો માટે દાનના સ્‍વરૂપે પૈસાની માંગણી કરી રહ્યા છે. કેટલીક કંપનીઓમાં ફોન કરી ઉદ્યોગપતિઓને જણાવવામાં આવે છે કે, હું લાલુભાઈ પટેલ બોલું છું અને તમારે આ મંદિરના નિર્માણ માટે દાન આપવાનું છે. આ પ્રકારની માંગણી સાંસદશ્રી દ્વારા ક્‍યારેય પણ કરાઈ નથી અને ભવિષ્‍યમાં પણ કરાશે નહીં. પરંતુ કેટલાક તત્ત્વો તેમની પ્રતિષ્‍ઠા ખરાબ કરવા માટે આ પ્રકારનું કાર્ય કરી રહ્યા છે. તેથી તેમણે ઉદ્યોગપતિઓને અપીલ કરી છે કે આવા કોઈપણ વ્‍યક્‍તિને કંપની પરિસરમાં બોલાવી પોલીસને સુપ્રત કરવામાં આવે.
અત્રે યાદ રહે કે, 2019માં પણ આ પ્રકારની ઘટના સામે આવી હતી ત્‍યારે પણ સાંસદ શ્રી લાલુભાઈ પટેલે આગળ આવી આવા લોકોને પોલીસને સોંપવા અપીલ કરી હતી અને સાંસદના નામ ઉપર વસૂલી કરવાની ઘટનામાં પાંચથી છ લોકોની ધરપકડ પણ કરાઈ હતી.

Related posts

દિવાળીના તહેવાર ટાણે જ રોશની ગુલ…! દાદરા પંચાયતમાં જર્જરીત બનેલો વીજપોલ ધરાશાયીઃ અકસ્‍માતનો તોળાતો ભય

vartmanpravah

દાનહમાં 02 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

vartmanpravah

નાની દમણ દુણેઠા જવાહર નવોદય વિદ્યાલયમાં ધો.6માં પ્રવેશ જોગ: તા. 30મી એપ્રિલ, ર0રરના રોજ પ્રવેશ પરીક્ષા યોજાશે

vartmanpravah

દહાડ ગામની આઝાદી પહેલાની પ્રાથમિક શાળાનું મકાન અને જમીન હડપવા રચેલા કારસા સામે તપાસની આવશ્‍યકતા

vartmanpravah

વલસાડ જિલ્લાના કેટલાક વિસ્‍તારોમાં પર્યાપ્ત વરસાદ પડતા ખેડૂતોએ ડાંગરની રોપણીની શરૂઆત કરી

vartmanpravah

ધરમપુરના જિલ્લા વિજ્ઞાન કેન્‍દ્રમાં વલસાડ ડાયટ દ્વારા સ્‍પોર્ટ ઈન્‍ટિગ્રેટેડ એજ્‍યુકેશન ટોય ઈન્‍ટીગ્રેટેડ એજ્‍યુકેશન વર્કશોપ યોજાયો

vartmanpravah

Leave a Comment