July 21, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ખતલવાડા ગામની સ્‍મશાન ભૂમિનું જર્જરીત મકાન તૂટી પડયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ઉમરગામ, તા.30: ઉમરગામ તાલુકાના ખતલવાડા ગામે આવેલ ટોકરખાડી ખાતેની સ્‍મશાન ભૂમિનું મકાન લાંબા સમયથી જર્જરિત હોય જે અચાનક તૂટી પડવાની ઘટના બની છે.
ઉમરગામતાલુકામાં સૌથી વધુ સ્‍મશાન ભૂમિ ધરાવતું ખતલવાડા ગામની ટોકર ખાડી ખાતે આવેલ સ્‍મશાન ભૂમિનો મકાન વર્ષો પહેલાં નિર્માણ કરવામાં આવ્‍યું હતું. મકાન જૂનું થતા મકાન તોડી પાડી નવું બનાવવા માટે ગ્રામ પંચાયત દ્વારા પ્રયત્‍નો ચાલી રહ્યા છે તેજ અરસામાં અચાનક મકાનનું છત તૂટી પડવાની ઘટના બની છે. જોકે આ સમયે સ્‍મશાન ભૂમિની અંદર કોઈપણ વ્‍યક્‍તિ ન હોવાથી કોઈ જાનહાની કે નુકશાન થયેલ નથી.
કાટમાળ હટાવી પંચાયતને મળતી ગ્રાન્‍ટથી આયોજન કરી નવું મકાન બનાવવામાં આવશે તેમ ગ્રામ પંચાયત સરપંચ સુરેન્‍દ્રભાઈ માછીએ જણાવ્‍યું હતું.

Related posts

‘હુ ઇસ હુસેન’ નામની લંડનની સંસ્‍થા દ્વારા આખા વિશ્વમાં રક્‍તદાન શિબિરો યોજાઈ

vartmanpravah

176-ગણદેવી વિધાનસભા બેઠક ઉપર 71.49% મતદાન

vartmanpravah

વલસાડની સિંગર વૈશાલી બલસારાના ત્રણ પૈકી એક હત્‍યારાને ઝડપતી પારડી પોલીસ

vartmanpravah

વલસાડની ૫ વર્ષીય બાળકી ઇન્ડિયાઝ ટોપ મોડેલ સીઝન -૩માં ૨ રનર્સ અપ

vartmanpravah

દાનહના ખરડપાડા ગામના યુવાન તરંગ એમ. જાદવ પી.એચ.ડી. થયા

vartmanpravah

વલસાડમાં જનરલ ઓબ્‍ઝર્વરની અધ્‍યક્ષતામાં ઈવીએમ મશીનનું બીજું રેન્‍ડમાઈઝેશન હાથ ધરવામાં આવ્‍યું

vartmanpravah

Leave a Comment