July 18, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી તાલુકામાં સતત બીજા દિવસે કમોસમી વરસાદ વરસ્‍યો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.30: ચીખલી તાલુકામાં સતત બીજા દિવસે કમોસમી વરસાદ વરસ્‍યો હતો. જોકે વરસાદ બાદ વાતાવરણ ખુલ્લુ થતાં તડકો જોવા મળ્‍યો હતો.
હવામાન વિભાગની આગાહી વચ્‍ચે આજે બીજા દિવસે પણ ચીખલી તાલુકામાં વાદળો ઘેરાયા હતા અને સવારે દસેકવાગ્‍યાના અરસામાં કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો. સતત 15 થી 20 મિનિટ ધીમી ધારે વરસાદ વરસતા માર્ગો પરથી પાણી વહેવા સાથે ખાડા ખાબોચીયા પણ પાણીથી છલકાઈ ગયા હતા. વરસાદ બાદ કાળા દીબાંગ વાદળો દૂર થઈ જતા વાતાવરણ સાફ થઈ જતા તડકો પડ્‍યો હતો.
હાલે ચીખલી તાલુકામાં આંબા પરથી કેરી ઉતારવાનું કામ ચાલતું હોય આ કામમાં પણ મુશ્‍કેલી સર્જાઈ હતી. આ ઉપરાંત ઈંટ ઉત્‍પાદનના ભથ્‍થાઓ પર માટેની કાચી ઈંટો પર પ્‍લાસ્‍ટિક ઓઢાડી કાચી ઈંટને સુરક્ષિત કરવા માટે ભથ્‍થાના માલિકોને મથામણ કરવી પડી હતી. આ ઉપરાંત રવિવાર હોય ગામે ગામ નાની મોટી ચાલતી ક્રિકેટ ટૂર્નામેન્‍ટોના રંગમાં પણ વરસાદની એન્‍ટ્રીથી ભંગ પડ્‍યો હતો. તાલુકામાં સુજલામ સુફલામ કે અન્‍ય રીતે માટી ખનન કરતાં વાહનોને પણ બ્રેક લાગી ગઈ હતી. હાલે લગ્નની સીઝન પણ આવી રહી છે. તેવા સંજોગોમાં કમોસમી વરસાદથી લગ્ન આયોજકોની મૂંઝવણ પણ વધવા પામી છે.

Related posts

સરકારી વિનયન અને વાણિજ્‍ય કોલેજ નેત્રંગ ખાતે આદિવાસી સંસ્‍કૃતિ અને સાહિત્‍યનો અકાદમિક કુંભ યોજાશે

vartmanpravah

દમણમાં યોજાયેલ ઉત્તર ભારતીય પ્રિમિયર લીગ સિઝન-2માં ચેમ્‍પિયન બનેલી મિથિલા ઈલેવન:રનર્સ અપ રહેલી શિવમ વોરિયર્સ

vartmanpravah

કોલકત્તાના કૃષ્‍ણપુર જિલ્લાના કેસ્‍તોપુર ગામ ખાતેથી દમણ પોલીસની સાઈબર ટીમે સાઈબર ક્રાઈમના ચાર આરોપીઓની કરેલી ધરપકડ : 14 મોબાઈલ ફોન, એક લેપટોપ અને 36 સક્રિય સિમકાર્ડ બરામદ

vartmanpravah

કન્‍યાકુમારી થી કાશ્‍મિર સુધી ડ્રગનો સંદેશ લઈ બે યુવાનો એક વ્‍હિલ વાળી સાયકલો ચલાવી વલસાડ આવી પહોંચ્‍યા

vartmanpravah

દમણની ઘેલવાડ ગ્રામ પંચાયતમાં ‘સબકી યોજના સબકા વિકાસ’ અંતર્ગત યોજાઈ ગ્રામસભા

vartmanpravah

દાનહમાં કોરોનાનો ઍકપણ કેસ નોંધાયો નથી: ૦૧ સક્રિય કેસ

vartmanpravah

Leave a Comment