September 7, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ચાર રસ્‍તા પાસે કન્‍ટેનરની અડફેટે આવેલ બાઈક ચાલકનું સારવારમાં મોત નિપજ્‍યું

રમેશભાઈ પાલની બાઈકને કન્‍ટેનર નં.આરજે 40 જીજે 8147ના ચાલકે ટક્કર મારી હતી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.01: વાપી ચાર રસ્‍તા નજીક હાઈવે મુંબઈ તરફની ટ્રેક ઉપર કન્‍ટેનર ચાલકે બાઈક સવારને ટક્કર મારી દેતા ગંભીર અકસ્‍માત સર્જાયો હતો. જેમાં બાઈક ચાલકનું સારવારમાં મોત નિપજ્‍યું હતું.
વાપી ચાર રસ્‍તા પાસે શનિવારે સાંજના મુંબઈ તરફ જઈ રહેલ કન્‍ટેનરે ચાર રસ્‍તા નજીક બાઈક ચાલકને ટક્કર મારી અકસ્‍માત સર્જ્‍યો હતો. બાઈક ચાલક રમેશભાઈ પાલને ઘાયલ હાલતમાં રિક્ષા ચાલક નવજીવન હોસ્‍પિટલમાં લઈ આવ્‍યો હતો. ક્રિએટીવ ટેક્‍સટાઈલ કંપનીમાં નોકરી કરી રહેલ પુત્રઅભિષેક ઉપર તેની પત્‍નીનો ફોન આવેલો કે પિતાજી જીવનદીપમાં અકસ્‍માત થતા ખસેડાયા છે. અકસ્‍માત બાદ રમેશભાઈની સ્‍થિતિ સારી હતી. વાતચિત કરતા હતા. રિક્ષા ચાલકે જણાવેલ કે, કન્‍ટેનર નં.આરજે 40 જીજે 8147ના ચાલકે અકસ્‍માત સર્જ્‍યો છે. પૂત્ર હોસ્‍પિટલ પહોંચ્‍યો ત્‍યારે ફેક્‍ચરની ઈજાઓ વધુ હોવાથી ગેલેક્ષી પાર્કમાં રહેતા રમેશભાઈ પાલને તબીબે મૃત જાહેર કર્યો હતો.

Related posts

વલસાડ જિલ્લામાં લોકડાયરાના માધ્‍યમ થકી રાજ્‍ય સરકારની યોજનાઓનો પ્રચાર પ્રસાર

vartmanpravah

રેટલાવમાં રિવર્સ લઈ રહેલ કન્‍ટેનર ચાલાકે મહિલાને અડફટે લીધી

vartmanpravah

દાદરા પંચાયત દ્વારા આઝાદી સ્‍મારક પર શ્રદ્ધાંજલિ અર્પિત કરાઈ

vartmanpravah

સેલવાસ નક્ષત્ર વન ગાર્ડનમાં સહેલગાહે આવતાં દરેક લોકોએ હવે ફી ચૂકવવી પડશે

vartmanpravah

હરિયાણાના હિંસક બનાવોના પડઘા વલસાડમાં પડયા: વી.એચ.પી. અને બજરંદળના કાર્યકરોએ ધરણા કરી સખ્ત કાર્યવાહીની માંગ કરી

vartmanpravah

દમણમાં ‘હિન્‍દી પખવાડિયા’નો સમાપન સમારોહ અને ઇનામ વિતરણ કાર્યક્રમ સંપન્ન

vartmanpravah

Leave a Comment