October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

સેલવાસના અટલ ભવન ખાતે સેંકડો કાર્યકરોએ નિહાળેલો ‘મન કી બાત’ના 100મા પ્રસારણનો કાર્યક્રમ

  • પ્રદેશના યુવા ગતિશીલ નેતા ડો. અવધેશસિંહ ચૌહાણે આપેલો નેતૃત્‍વ શક્‍તિનો પરિચય
  • ‘મન કી બાત’ના કેટલાક કાર્યક્રમોમાં ટચૂકડા કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાનહ અને દમણ-દીવે મેળવેલી કેટલીક સિદ્ધીઓના પ્રધાનમંત્રીશ્રીએ કરેલા ઉલ્લેખથી પ્રદેશને રાષ્‍ટ્રીય અને વૈશ્વિક ક્ષેત્રે પણ મળેલી હકારાત્‍મક પ્રસિદ્ધીથી સમગ્ર સંઘપ્રદેશ પ્રધાનમંત્રીશ્રી અને પ્રદેશનાપ્રશાસકશ્રીનો કાયમી ઋણી છેઃ ડો. અવધેશસિંહ ચૌહાણ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.01: પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના ‘મન કી બાત’ કાર્યક્રમના 100મા એપિસોડ નિમિત્તે પ્રદેશ ભાજપ દ્વારા સેલવાસના અટલ ભવન ખાતે યોજાયેલ કાર્યક્રમમાં સેંકડો કાર્યકર્તાઓએ ‘મન કી બાત’ના કાર્યક્રમને નિહાળ્‍યો હતો.
સેલવાસના અટલ ભવન ખાતે ભાજપ દ્વારા આયોજીત ‘મન કી બાત’ કાર્યક્રમના 100મા એપિસોડની જવાબદારી પ્રદેશના ગતિશીલ યુવા નેતા ડો. અવધેશસિંહ ચૌહાણને સુપ્રત કરવામાં આવી હતી. તેમણે આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ ‘મન કી બાત’ કાર્યક્રમ દ્વારા દેશમાં પેદા કરેલ નવી જનચેતનાથી સ્‍વચ્‍છતા આંદોલનથી લઈ મહિલા સશક્‍તિકરણ સુધીના થયેલા સફળ અભિયાનનો ઉલ્લેખ કર્યો હતો.
પ્રદેશના યુવા ગતિશીલ નેતા ડો. અવધેશસિંહ ચૌહાણે પ્રધાનમંત્રીશ્રી દ્વારા અનેક વખત ‘મન કી બાત’ કાર્યક્રમમાં ટચૂકડા કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવે મેળવેલી કેટલીક સિદ્ધીઓના કરેલા ઉલ્લેખથી પ્રદેશને રાષ્‍ટ્રીય અને વૈશ્વિક ક્ષેત્રે પણ હકારાત્‍મક પ્રસિદ્ધી મળી છે. જેથી સમગ્ર સંઘપ્રદેશ પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદી અને સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલનો ઋણી છે તેથી પ્રધાનમંત્રીશ્રી અને સંઘપ્રદેશ પ્રશાસનના સ્‍વપ્‍નને સાકારકરવા ખંતથી મંડી પડવા પણ કાર્યકરોને આહ્‌વાન કર્યું હતું.

Related posts

ઉમરગામ તાલુકામાં માલધારી સમાજે ગોચરણ જમીનના મુદ્દે સરકાર સામે ચઢાવેલી બાય

vartmanpravah

લોકસભા દંડક અને વલસાડ-ડાંગ સાંસદ ધવલભાઈ પટેલે વલસાડ-ડાંગના તીર્થધામોને પ્રવાસનમાં સમાવેશ કરવા સાંસદમાં કરેલી રજૂઆત

vartmanpravah

કપરાડા તાલુકામાં મોટા ચેકડેમ બનાવવાની યોજના અમલમાં આવશે : ધારાસભ્‍ય જીતુભાઇ ચૌધરી

vartmanpravah

વલસાડ કલેકટર કચેરી ખાતે ‘વાત્‍સલ્‍ય ઘોડિયાઘર’નું ઉદ્‌ઘાટન

vartmanpravah

વલસાડ જિલ્લા કલેકટરશ્રીના અધ્‍યક્ષસ્‍થાને યોજાયેલા સ્‍વાગત કાર્યક્રમમાં 33 પૈકી 30 પ્રશ્નોનો હકારાત્‍મક નિકાલ

vartmanpravah

દાનહમાં તેરાપંથ ધર્મસંઘના અગિયારમાં આચાર્ય મહાશ્રમણજીની થયેલી પધરામણી

vartmanpravah

Leave a Comment