April 27, 2024
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશવાપીસેલવાસ

તમામની નજર સિલવાસા પર હતી

(…ગતાંકથી ચાલુ)
પ્રભાકર સિનારી ખુબ સાહસિક યુવાન હતો. બંને હાથમાં રિવોલ્‍વર લઈને શરણે આવો નહીંતર જીવ ગુમાવશો એવો પડકાર કરતો તે દરવાજા સામે જઈને ઉભો રહ્યો. ત્‍યાં સુધી એવો જ પડકાર કરતો વિષ્‍ણુ ભોપળે પણ બારી સુધી પહોંચી ગયો હતો. અચાનક થયેલા આ હુમલાને કારણે અંદરના સૈનિકો એકદમ ગભરાઈ ગયા. વિચારશૂન્‍ય સ્‍થિતિમાં ચાર સૈનિકોએ તો શષાો ફેંકીને હાથ ઉપર કરી દીધા. એક જણે જરાક કંઈક થઈ શકે કે કેમ તે જોવાનો પ્રયત્‍ન કર્યો અને બીજાએ પોતાની રાયફલ લેવાનો વિચાર કર્યો તેટલામાં જ વિષ્‍ણુએ એક સૈનિકના માથામાં પોતાની કુહાડીનો ઘા એટલા જોરથી કર્યો કે એ ભોંયભેગો જ થઈ ગયો. (વિષ્‍ણુ ભોપળેએ આ સમગ્ર લડાઈ દરમિયાન પોતાની કુહાડીનો જ શષા તરીકે ઉપયોગ કર્યો હતો.) આ બધું ક્ષણવારમાં જ બની ગયું. દરમિયાન બીજા છ સાથ જણા પણ ચોકીમાં ઘૂસી આવ્‍યા. પરંતુ પોર્ટુગીઝ સૈનિકો એટલા ગભરાઈ ગયા હતા કે પ્રતિકારનો કોઈ પ્રશ્ન જ રહ્યો નહીં. ચોકીના બધા સૈનિકોને કેદ કરવામાં આવ્‍યા. તેમનું મનોબળસાવ તૂટી ગયું હતું. હુમલો કરનારામાંથી કોઈપણ પોલીસ કે સૈનિક નથી એ તેમના ધ્‍યાનમાં આવી ગયું હતું. અને આ બધાંનું તેમની સાથેનું વર્તન પણ સારું હતું. છતાં તેમનો એ જ આગ્રહ રહ્યો કે અમને ભારતીય પોલીસના હાથમાં સોંપી દો એટલે અમને કાયદેસર કેદ થશે અને સંરક્ષણ પણ મળશે. સ્‍વાતંત્ર્ય સૈનિકો પાસે પણ કેદીઓને સાચવવા માટે પૂરતા માણસો ન હતા તેથી તેમને કરંબેળે મોકલીને શ્રી નગરવાલાના હાથમાં સોંપવામાં આવ્‍યા. ભારતીય હદમાં અધિકૃત પરવાના વગર પ્રવેશ કરવાના ગુનાસર તેમણે તેમની ધરપકડ કરી.
પોર્ટુગીઝો પાસેથી સાત રાયફલ, ત્રણ રિવોલ્‍વર તથા 110 ગોળીઓ જેટલો શષા સામગ્રીનો મોટો જથ્‍થો પ્રથમ વાર જ સ્‍વાતંત્ર્ય સૈનિકોના હાથમાં આવ્‍યો, એ આ ચઢાઈનો મુખ્‍ય લાભ ગણી શકાય. હવે બધાની નજર સિલવાસા પર હતી. આગળની કાર્યવાહી વિના વિલંબે, વધુમાં વધુ એક બે દિવસમાં જ કરવી આવશ્‍યક હતી. તેનાં કારણો પણ ઘણાં હતાં. આ ચઢાઈની માહિતી સિલવાસા પહોંચતાં જ વળતો હુમલો થવાની શક્‍યતા હતી. ઉપરાંત દાદરા લેનારૂં વામન દેસાઈનું જૂથ તથા ગોદાવરીબાઈ પરુળેકરનું જૂથ પણ સિલવાસ લેવાનો પ્રયત્‍ન કરે તેમ હતું.
પરંતુ હવેની, પ્રમાણમાં મોટી અને નિર્ણાયક લડાઈ માટે ઓછામાં ઓછા બસોથી અઢીસો યુવાનોનીઆવશ્‍યકતા હતી. રાજા વાકણકર અને લવંદેની આ વિષયમાં થયેલી ચર્ચાને અંતે વાકણકરે પૂના જઈને વધુ માણસો લઈ આવવા તેમ નક્કી થયું. આટલા ઓછા સમયમાં મૃત્‍યુનો સામનો કરવા માટે તત્‍પર અને ક્ષમતા પ્રાપ્ત યુવાનો મળી શકે તે વિષે લવંદે થોડા સાશંક હતા. પરંતુ વાકણકરે પૂરા વિશ્વાસથી કહ્યું કે આ બાબતમાં ચિંતા કરવાનું કે અનિヘતિતા મનમાં લાવવાનું કોઈ કારણ નથી. પ્રાણની પણ પરવા કર્યા વિના કોઈ પણ કામમાં અગ્રેસર થવા તત્‍પર હોય તેવા સો યુવાનો તો એક હાકલમાં જ મળી રહેશે. નગર હવેલી માટે આગળ આવેલી ટુકડી તો જેનો એક નાનકડો ભાગ કહી શકાય એવા પુણે અને તેની આસપાસના વિસ્‍તારમાં રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘના અનેક યુવાનો છે જે કોઈ પણ ક્ષણે ઉપલબ્‍ધ થઈ શકે એવું આશ્વાસન પણ તેમણે આપ્‍યું.

(ક્રમશઃ)

Related posts

વાપીમાં રાહદારીઓના મોબાઈલ ઝૂંટવતી ગેંગના ત્રણ ઝડપાયા બાદ બુધવારે વધુ એક રાહદારીનો ફોન ઝૂંટવાયો

vartmanpravah

રાજસ્‍થાનમાં દલિત બાળકની પાણી પીવા મુદ્દે થયેલી હત્‍યાના વિરોધમાં આજે દમણ-દીવ અનુ.જાતિ/જનજાતિ વિચાર મંચ દ્વારા શાંત રેલીનું આયોજન

vartmanpravah

વાપી રાતા ભરતનગરમાં રહેઠાણ એરિયામાં આવેલ ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી

vartmanpravah

વલસાડ હાઈવે ઉપર અકસ્‍માતના બે બનાવ : નંદી મહારાજ કાર સાથે ભટકાયા : પાર્ક કરેલ ટ્રક સાથે એક્‍ટીવા ચાલક ભટકાયો

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ, સલવાવ ખાતે સેલ્‍યુટ તિરંગા અંતર્ગત બેટી બચાવો બેટી પઢાવો દ્વારા રાષ્‍ટ્રીય કક્ષાનો આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસ ઉજવાયો

vartmanpravah

વાપી ડુંગરામાં ભાગવત સપ્તાહ આયોજન અંતર્ગત સત્‍સંગ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment