December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુર જિલ્લા વિજ્ઞાન કેન્‍દ્ર ખાતે શિક્ષકોની ઇકો ક્‍લબ અને પ્રકૃતિ તાલીમ શિબિર યોજવામાં આવી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ધરમપુર,તા.02: જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, વલસાડ તથા જિલ્લા વિજ્ઞાન કેન્‍દ્ર, ધરમપુર આયોજિત ઇકો ક્‍લબ અને પર્યાવરણીય પ્રકૃતિ શિક્ષણ અંતર્ગત એક તાલીમ શિબિર અત્રેનાં જિલ્લા વિજ્ઞાન કેન્‍દ્ર, ધરમપુર ખાતે યોજવામાં આવી હતી. જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, વલસાડનાં વ્‍યાખ્‍યાતા ડૉ. પંકજભાઈ દેસાઈનાં સંચાલન હેઠળ યોજાયેલ આ તાલીમ શિબિરમાં સમગ્ર જિલ્લાનાં 46 શિક્ષકો સહભાગી થયા હતાં.
શિબિરનાં પ્રથમ દિવસે પ્રાસ્‍તાવિક ઉદ્‌બોધનમાં સૌને પર્યાવરણ પ્રયોગશાળાઅને શાળા કક્ષાએ ઇકો ક્‍લબની પ્રવૃત્તિઓ સહિત સજીવ ખેતી અંગે માહિતગાર કરવામાં આવ્‍યા હતાં. ત્‍યારબાદ જિલ્લા વિજ્ઞાન કેન્‍દ્રનાં એજ્‍યુકેશન ઓફિસર શ્રી પ્રજ્ઞેશભાઈએ પ્રાકૃત્તિક ખેતી વિષયક સચોટ માહિતી આપી હતી. તેમનાં દ્વારા ઇનોવેશન લેબમાં મશરૂમ પ્‍લાન્‍ટ ઉછેર અને ખેતી વિશે પ્રાયોગિક સમજ આપવામાં આવી હતી. શિબિરનાં દ્વિતીય ચરણમાં પારડી-વલસાડ બાગાયત વિભાગનાં વૈજ્ઞાનિક ડો. ડી.એન.પટેલે પ્રાકૃતિક ખેતી વિશે સૌને ગહનપૂર્વક માર્ગદર્શિત કર્યા હતાં.
શિબિરનાં બીજા દિવસે પ્રકૃતિ શિક્ષણશિબિર માટે સૌ ઉત્તર વન વિભાગ ફોરેસ્‍ટ ઓફિસર શક્‍તિસિંહ તથા સ્‍નેક કેચર શ્રી નીરજભાઈનાં માર્ગદર્શન હેઠળ 4.50 કિ.મી.નું ટ્રેકિંગ કરી ઝરીયા ગામે પહોંચ્‍યા હતાં જ્‍યાં સૌ વન્‍ય જીવસૃષ્ટિ, સંરક્ષિત વૃક્ષો અને વિસ્‍તાર, સાપની પ્રજાતિઓ અને વિશેષતાઓ જેવી બાબતોથી માહિતગાર થયા હતાં. આ તકે સૌ સારસ્‍વતમિત્રોએ પરસ્‍પર ચર્ચા થકી વિવિધ જાણકારી મેળવી તેને પોતાનાં વર્ગખંડ અને વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવાની ખાતરી આપી હતી. અહીં સૌએ પ્રાકૃતિક સૌંદર્ય માણવા સાથે નાગલીની રોટલી અને સ્‍થાનિક શાકનાં પૌષ્ટિક ભોજનની મિજબાની માણી હતી.
શિબિરમાં જોડાયેલ દેગામ પ્રાથમિક શાળાનાં શિક્ષક શ્રી અશ્વિન ટંડેલે આ પ્રસંગે જણાવ્‍યું હતું કે વન્‍ય જીવસૃષ્ટિ આપણાં જીવનસાથે પ્રત્‍યક્ષ અને પરોક્ષ રીતે જોડાયેલ છે જેનું સંવર્ધન, જતન અને રક્ષણ કરવું આપણાં સૌની નૈતિક જવાબદારી અને ફરજ છે. અંતમાં સૌએ ભારતમાતાનાં જય ઘોષ સાથે એકબીજાથી વિદાય લીધી હતી.

Related posts

રાષ્‍ટ્રીય એકતા દિવસના ઉપક્રમમાં એકતા માટે દોડેલું સમગ્ર દમણ

vartmanpravah

લક્ષદ્વીપ પ્રશાસનના મધ્યાહન ભોજનમાંથી માંસ હટાવવાના નિર્ણયને પડકારતી અરજીને કેરલ હાઈકોર્ટે ફગાવીઃ ડેરી ફાર્મ બંધ કરવા ઉપર પણ સહમતિ

vartmanpravah

પારડી નગરપાલિકા દ્વારા ઢોર પકડવાનું અભિયાન શરૂ: સાત જેટલા ઢોરો પકડી ડુંગળી ગૌશાળા ખાતે લઈ જવાયા

vartmanpravah

શ્રાવણ માસના પ્રથમ સોમવારે પ્રગટેશ્વર ધામ આછવણીમાં શિવભક્તોની ભારે ભીડ

vartmanpravah

વાપીમાં ઈલેક્‍ટ્રીક કારોના ચાર્જીંગ સ્‍ટેશનમાં ચાર્જીંગ માટે કારોની વધેલી અવર જવર

vartmanpravah

મગરવાડા GROUP ગ્રામ પંચાયત દ્વારા થાણાપારડી, બાવરી ફળીયા ખાતે દિવસ ચૌપાલ યોજાઈ

vartmanpravah

Leave a Comment