October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડી વાઘછીપાની કિશોરી ધો.12 સાયન્‍સમાં નાપાસ થતા હતાશામાં પાર નદીના પુલ ઉપરથી મોતની છલાંગ લગાવી

નેહા કમલેશભાઈ પટેલએ પરીક્ષામાં નાપાસ થતા જીંદગીની પરીક્ષા પણ નાપાસ કરી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.02: આજે મંગળવારે ધો.12 સાયન્‍સની પરીક્ષાનું પરિણામ જાહેર થતા જ કરુણાજનક દુઃખદ ઘટના ઘટી હતી. વાઘછીપાની કિશોરી પરીક્ષામાં નાપાસ થતા પાર નદીના પુલ ઉપરથી મોતની છલાંગ લગાવી જીંદગીનો અંત આણી દીધો હતો.
પારડીના મોટા વાઘછીપાના હીરા ફળીયામાં રહેતી 16 વર્ષિય નેહા કમલેશભાઈ પટેલએ ધો.12 સાયન્‍સની રિપિટ પરીક્ષા આપી હતી. પરંતુ આજે જાહેર થયેલા પરિણામમાં નેહા નાપાસ થતા નિરાશાની ગર્તામાં ડૂબી ગઈ હતી. ચુપચાપ પાર નદીના નાના પુલ ઉપર પહોંચીને મોતની છલાંગ લગાવી દીધી હતી. ઘટનાની જાણ થતા ચન્‍દ્રપુર લાઈફ સેવર ટ્રસ્‍ટના તરવૈયા દોડી ગયા હતા. અથાગ મહેનત બાદ પણ નેહાને બચાવી શક્‍યા નહોતા. કરુણ ઘટનાની વાત વાયુવેગે પ્રસરી જતા અનેક વાલીઓ પણ ગ્‍લાનીમાં ડૂબી ગયા હતા. ઉલ્લેખનીય છે કે, પાર નદીનો પુલ હોટ સરકીટ બની ચૂક્‍યો છે ત્‍યારે જાહેર સલામતિ માટે પોલીસ પ્રશાસને યોગ્‍ય આયોજન કરવું જોઈએ તેવી લોકોની તિવ્ર માંગણી ઉઠી છે. પ્રોટેકશન તથા પોલીસ પેટ્રોલીંગની જોગવાઈ કરવી જરૂરી છે. નેહા નાપાસ થતા જ જીંદગીની પરીક્ષા પણનાપાસ કરી હતી.

Related posts

જિલ્લામાં આયુષ્માન ભારત અંતર્ગત “મા” કાર્ડ માટે ઈ – કે.વાય.સી. કરાવી શકાશે

vartmanpravah

દમણમાં રાજસ્‍થાન સેવા સંઘ દ્વારા નિર્જલા એકાદશી નિમિત્તે ઠંડી છાશનું કરાયેલું વિતરણ

vartmanpravah

દમણ અને દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે વરસાદઃ ખેડૂતોમાં ચિંતાનો માહોલ

vartmanpravah

નવસારી જિલ્લાના તમામ ગામો અને નગરોમાં પહેલી ઓક્‍ટોબરે ‘‘એક તારીખ, એક કલાક” સુત્ર સાથે મહા શ્રમદાનનું આયોજન

vartmanpravah

કેબીએસ કોમસ એન્‍ડ નટરાજ સાયન્‍સ કોલેજમાં ડીજીટલ માર્કેટીંગ પર સેમીનાર યોજાયો

vartmanpravah

નવસારી વાંસી બોરસીમાં પીએમ મિત્ર પાર્કના કાર્યક્રમ પૂર્વે સભા સ્‍થળે 1 કિમીથી વધુ લંબાઈની બે વીજલાઈન નંખાઈ

vartmanpravah

Leave a Comment