Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુર કરંજવેલી ગામે માન નદીમાં કપડાં ધોવા ગયેલ બે બહેનપણી પૈકી એકનું ડૂબી જતાં કરુણ મોત

બાલુભાઈ પટેલની 13 વર્ષીય પુત્રી નીતા બહેનપણી અને પાડોશીઓ સાથે નદીમાં કપડાં ધોવા ગઈ હતી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.03: ધરમપુરના કરંજવેલી ગામે આવેલ માન નદીમાં આજે બુધવારે સવારે કરુણતા ભરી ઘટના ઘટી હતી. બહેનપણી સાથે ગયેલ 13 વર્ષીય કિશોરીનું પાણીમાં ડૂબી જતાં પરિવાર શોકમાં ડૂબી ગયો હતો.
ધરમપુરના કરંજવેલી ગામમાં આજે સવારે બાલુભાઈ પટેલની 13 વર્ષની પુત્રી નીતા બહેનપણી અને પડોશી મહિલાઓ સાથે નદીમાં કપડાં ધોવા ગઈ હતી. બાદમાં બહેનપણી સાથે નદીમાં ન્‍હાવા પડી હતી પરંતુ ઉંડા પાણીમાં ભૂલથી ચાલી જતા નીતા ડૂબી ગઈ હતી. પડોશીઓને જાણ કરતાં નદી પર દોડી આવ્‍યા હતા. અડધો કલાકની શોધખોળ બાદ નીતાને બહાર કાઢીને 108 દ્વારા ધરમપુર સ્‍ટેટ હોસ્‍પિટલમાં ખસેડાઈ હતી. પરંતુ ફરજ પરના તબીબે નીતાને મૃત જાહેર કરતા પરિવાર ઉપર આભ તૂટી પડ્‍યું હતું. પરિવારજનોએ ધરમપુર પોલીસમાં જાણ કરતા પોલિસએ એ.ડી નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

Related posts

વલસાડમાં કસ્તુરબા હોસ્પિટલ રૂ. ૧.પ૧ કરોડ અને તડકેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટને રૂ. પ૧ લાખનું દાન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ તરફથી મળ્યું

vartmanpravah

આજે વલસાડમાં આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલનો રોડ શો યોજાશે

vartmanpravah

નગરના હિતમાં આવકારદાયક પહેલ : દમણ ન.પા.ના અધ્‍યક્ષ અસ્‍પી દમણિયા આજથી પોતાની ટીમ સાથે દરેક વોર્ડમાં પગપાળા ‘જન સંપર્ક અભિયાન’ કરશે

vartmanpravah

કામકાજના સ્‍થળે થતીસ્ત્રીઓની જાતીય સતામણી અંગે વેલસ્‍પન કંપનીમાં કાયદાકીય માર્ગદર્શન સેમિનાર યોજાયો

vartmanpravah

દાદરા નગર હવેલીમાં ચાર ઇંચથી વધુ વરસાદ વરસ્‍યોઃ નદીનાળા છલકાયા

vartmanpravah

કેબીએસ કોમસ એન્‍ડ નટરાજ સાયન્‍સ કોલેજમાં ડીજીટલ માર્કેટીંગ પર સેમીનાર યોજાયો

vartmanpravah

Leave a Comment