Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કપરાડાના માની ગામે તાજી વિયાયેલી ગાયનું દૂધ પીતા પરિવારના 10 સભ્‍યોને ફુડ પોઈઝનિંગ થયું

તમામને કપરાડા સરકારી હોસ્‍પિટલમાં ખસેડાયા : આરોગ્‍ય વિભાગ દોડતો થયો, દૂધનું સેમ્‍પલ તપાસ માટે મોકલી અપાયું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.04: કપરાડાના અંતરિયાળ વિસ્‍તારમાં આવેલ માની ગામમાં આખા પરિવારને ફુડ પોઈઝનિંગ થતા 10 સભ્‍યોને કપરાડા સરકારી હોસ્‍પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્‍યા હતા.
કપરાડાના માની ગામમાં નિરગુળ ફળીયામાં રહેતા ગોધાર પરિવારના દશ જેટલા સભ્‍યોને ફુડ પોઈઝનિંગ થયું હતું. ઘટનામાં સામે આવેલી વિગતો મુજબ ગામના નિરગુળ ગઈકાલે મોડી રાત્રે એક ગાય વિયાઈ હતી. જેનુ પ્રથમ તાજુ દૂધ ઘરના લોકોએ આરોગ્‍ય હતું. ત્‍યાર બાદ થોડાક સમયમાં પરિવારના તમામ10 સભ્‍યોને ફુડ પોઈઝનિંગ થતા ઝાડા-ઉલટી શરૂ થઈ ગયા હતા. પેટમાં સખત દુખાવાની ફરિયાદ શરૂ થઈ હતી. ઘરના સભ્‍યો પૈકી 7 વર્ષની જ્‍યોતિ, 15 વર્ષનો નિતીન 15 વર્ષનો હાઉસ ધોધાર-58 વર્ષિય ચેન્‍ડર બાપુ ગોધાર મળીને તમામને ફુડ પોઈઝનિંગ થયું હતું. તેમાં તાત્‍કાલિક અડધાને સ્‍ટેટ હોસ્‍પિટલ ધરમપુરમાં ખસેડાયા હતા તો અન્‍યને કપરાડા સરકારી હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા. તપાસમાં તમામે તાજી વિયાયેલી ગાયનું દૂધ પીધુ હોવાથી ફુડ પોઈઝનિંગ થયું હતું. આરોગ્‍ય વિભાગે દૂધના સેમ્‍પલ લઈ તપાસ માટે મોકલી આપ્‍યા હતા. ઘટના બાદ સમગ્ર વિસ્‍તારમાં ચકચાર મચી જવા પામી હતી.
—-

Related posts

ચીખલીતાલુકાના વિવિધ ગામોમાં જલારામ બાપાની જન્‍મ જયંતિની વિવિધ ધાર્મિક કાર્યક્રમોના સથવારે ઉત્‍સાહભેર થયેલી ઉજવણી

vartmanpravah

મલીયાધરામાં શ્રી ગણેશ મહોત્‍સવ દરમિયાન યુનિટી ગ્રુપ દ્વારા યોજાયેલા રક્‍તદાન કેમ્‍પમાં 82 યુનિટ રક્‍ત એકત્રિત કરાયું

vartmanpravah

ખાનવેલ સબ ડિવિઝનલ મેજિસ્‍ટ્રેટે મોર્રમ અને અન્‍ય ખનીજોના ખનન પર લગાવ્‍યો પ્રતિબંધ

vartmanpravah

વલસાડ જિલ્લામાં કોંગ્રેસના કાર્યકર્તાઓને માર્ગદર્શન પૂરું પાડવા બે દિવસ ચાલેલો બેઠકનો દોર

vartmanpravah

તા.૧૯મીએ વલસાડ ખાતે રાષ્‍ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત ક્રેડિટ કેમ્‍પ યોજાશે

vartmanpravah

વાપી નગપાલિકાનાં ચીફ ઓફિસર અને પ્રમુખે લીધેલી સ્‍પોર્ટ્‍સ ક્‍લબ ઓફ વાપીની મુલાકાત

vartmanpravah

Leave a Comment