December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી કોલેજ સર્કલ નહેર પાસે વિનલ પટેલની હત્‍યામાં ઝડપાયેલ ત્રણેય આરોપીના 11 દિવસના રિમાન્‍ડ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.04: ચીખલી કોલેજ સર્કલ નહેર પાસે વિનલ પટેલની હત્‍યામાં ઝડપાયેલ ત્રણેય આરોપીના 11 દિવસના રિમાન્‍ડ મેળવ્‍યા હતા.
ચીખલી નજીક થાલા નહેર પાસે સોમવારની રાત્રીના સમયે નિવૃત એએસઆઈના પુત્ર વિનલ છીબુભાઈ પટેલ (ઉ.વ-40) ઉપર ત્રણ જેટલા ઈસમોએ પ્રાણ ઘાટક હુમલો કરતા તેનું સારવાર મળે તે પહેલાં જ મોત નીપજ્‍યું હતું. જ્‍યારે હુમલો કરી ફરાર થયેલ આરોપીને બીજા દિવસે ઝડપી પાડી ગુરુવારની સવારના સમયે ત્રણેય આરોપીને કોર્ટમાં રજૂ કરી 15-દિવસના રિમાન્‍ડની માંગણી કરતા કોર્ટે 11-દિવસ એટલે કે 15-મે સુધીના રિમાન્‍ડ મંજુર કર્યા છે.
પોલીસે હત્‍યાનું કારણ જાણવા, હત્‍યા કરી હથિયાર કયાં ફેંકયા, સ્‍થળ ઉપરથી કેવી રીતે અને કયાં ફરાર થયા જેવા અનેક સવાલોના જવાબ માટે રિમાન્‍ડ દરમ્‍યાન માહિતી મળશે. સાથે અન્‍યકોઈની પણ સંડોવણી છે કે કેમ એ દિશામાં પણ તપાસ હાથ ધરશે.

Related posts

દમણઃ કચીગામ બારમાં સામાન્‍ય ઝઘડામાં વાપીના વેટરનરી ડોક્‍ટરના પુત્રની હત્‍યાઃ બે યુવક ઘાયલ

vartmanpravah

રસીકરણ મહાઅભિયાન અંતર્ગત વાપી અને વલસાડ રેલ્વે સ્ટેશન ઉપર રાત્રિ વેક્સિનેશન સેશનનો પ્રારંભ

vartmanpravah

મરવડ યુવક મંડળ દ્વારા શ્રી ચિબડી માતાજીના 21મા પાટોત્‍સવની ધામધૂમથી કરાયેલી ઉજવણી

vartmanpravah

સંઘપ્રદેશના મોટાભાગના લોકોને વિકાસ કોને કહેવાય તેની સમજ જ નથી

vartmanpravah

લોકસભાની ચૂંટણી સંદર્ભે વાપીમાં પોલીસ અને આર.પી.એફ.ના જવાનોએ ફલેગ માર્ચ કરી

vartmanpravah

વાપી જીઆઈડીસીની કંપનીઓમાં તસ્‍કર ગેંગનો ચોરી કરવાનો પ્રયાસ : ઘટના સીસીટીવીમાં કેદ

vartmanpravah

Leave a Comment