(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.21 : સેલવાસના સુંદરવન સોસાયટી ખાતે ચૈત્રી નવરાત્રીના અનુષ્ઠાન અને શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. કથા દરમિયાન દરરોજ મહાલક્ષ્મી યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
પ્રાપ્ત માહિતી મુજબ આવતી કાલ તા.22માર્ચથી કથાકાર શ્રી દેવુભાઈ જોષી (ખેરગામવાળા) અને શ્રી દર્શનભાઈ દેવુભાઈ જોષીની મધુરવાણીમાં પી.આર. પાર્ટી પ્લોટ ગાર્ડનની બાજુમાં સુંદરવન સોસાયટી, પાતળીયા ફળિયા સેલવાસના આયોજકો દ્વારા શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. કથાનો સમય બપોરે 3:30થી 6:30 અને મહાલક્ષ્મી યજ્ઞનો સમય દરરોજ સવારે 8:30થી 11:30 વાગ્યાનો રહેનાર હોવાનું આયોજકોની યાદીમાં જણાવાયું છે. કથા વિરામ 30માર્ચ, 2023ના રોજ કરવામાં આવશે. પવિત્ર યજ્ઞનો લાભ લેવા સંચાલકોનો સંપર્ક કરવા જણાવાયુ છે.
આ શ્રીમદ્ દેવી ભાગવત કથાનો લાભલેવા માટે આયોજકો દ્વારા ભાવિકભક્તોને ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે.
![](https://newsreach-publisher.s3.ap-south-1.amazonaws.com/vartmanpravah.com/2023/03/IMG-20230321-WA0019-960x540.jpg)