October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણ રોડ શો દરમિયાન આયોજીત રંગારંગ કાર્યક્રમને મળેલા અભૂતપૂર્વ સમર્થનના ઉપલક્ષમાં દમણ પ્રવાસી રાજસ્‍થાની સમાજ દ્વારા યોજાયો આભાર પ્રસ્‍તાવ કાર્યક્રમ


રાજસ્‍થાનીઓએ સંઘપ્રદેશની અર્થવ્‍યવસ્‍થામાં આપેલાયોગદાનથી ફક્‍ત દમણ જ નહીં પરંતુ સમગ્ર સંઘપ્રદેશ ગર્વ અનુભવે છેઃ સાંસદ લાલુભાઈ પટેલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.07: પ્રધાનમંત્રીશ્રી નરેન્‍દ્રભાઈ મોદીની દમણ મુલાકાત દરમિયાન પ્રવાસી રાજસ્‍થાનીઓ દ્વારા પ્રધાનમંત્રીશ્રીના સ્‍વાગત માટે આયોજીત રંગારંગ કાર્યક્રમને મળેલી અભૂતપૂર્વ સફળતામાં સામેલ થયેલ મહાનુભાવોના આભાર પ્રસ્‍તાવ માટે આજે નાની દમણના શાકભાજી માર્કેટ નજીક આવેલ રામ મંદિરના પ્રાંગણમાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
આ પ્રસંગે ખાસ ઉપસ્‍થિત રહેલા દમણ-દીવના સાંસદશ્રી લાલુભાઈ પટેલે ભારપૂર્વક જણાવ્‍યું હતું કે, પ્રવાસી રાજસ્‍થાની લોકો પોતાના વતનથી દૂર રહીને પણ પોતાની માટી સાથે જોડાણ બનાવી રાખે છે. તેઓ હંમેશા દરેક તકલીફમાં મદદ કરવા માટે પણ ખડે પગે તત્‍પર રહે છે. તેમણે જણાવ્‍યું હતું કે, રાજસ્‍થાનીઓ સંઘપ્રદેશની અર્થવ્‍યવસ્‍થામાં આપેલા યોગદાનથી ફક્‍ત દમણ જ નહીં પરંતુ સમગ્ર સંઘપ્રદેશ ગર્વ અનુભવે છે. તેમણે જણાવ્‍યું હતું કે, રાજસ્‍થાનના ઉદ્યમીઓએ દેશના દરેક ક્ષેત્રોમાં નામ કમાવ્‍યું છે.
રાજસ્‍થાન સેવા સંઘ દમણના અધ્‍યક્ષ શ્રી ગુલાબસિંહ ભાયલા તથા અન્‍ય આગેવાનોએ સાંસદશ્રીનું અભિવાદન કર્યું હતું. રાજસ્‍થાની સમાજના ઉપપ્રમુખ શ્રી રમેશભાઈ રાજપુરોહિત, શ્રીબાબુસિંહ રાજપુરોહિત, સચિવશ્રી ઈશ્વરભાઈ પુરોહિત, કોષાધ્‍યક્ષ શ્રી રમેશભાઈ રાજપુરોહિત, શ્રી બહાદુર માલી, સહ કોષાધ્‍યક્ષ શ્રી સાવલ રામ દેવાશી, શ્રી નિમા રામ પટેલ તથા કાર્યકારિણી સદસ્‍ય શ્રી સતિષભાઈ શર્મા, શ્રી બાબુસિંહ રાજપુરોહિત (મનિષ નોવેલ્‍ટી), શ્રી પવન શર્મા, શ્રી ઓમ પ્રકાશ શર્મા, શ્રી નારાયણલાલ શર્મા (કારપેન્‍ટર), શ્રી મંગલસિંહ, શ્રી શૈતાનસિંહ, શ્રી પ્રકાશ જાંગીડ, શ્રી વિશ્વલાલ સૈની, શ્રી મોહન ચૌધરી, શ્રી સુરેશ સૈન સહિત સમાજના અન્‍ય ગણમાન્‍ય લોકો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

ભાડા કરાર વિના ઘરો કે ચાલીમાં ભાડુઆત રાખતા હો તો સાવધાન : વલસાડ પોલીસે ઓચિંતુ ચેકીંગ હાથ ધર્યું

vartmanpravah

કરજગામ લાલ પાણીનો મુદ્દો હવે એસટી કમિશનમાં

vartmanpravah

ધમડાચી-વિજલપુર કેનેરા બેંકનો બ્રાન્‍ચ મેનેજર લોન પાસ કરી આપવા પેટા રૂા.20 હજારની લાંચ લેતા ઝડપાયો

vartmanpravah

26 જુલાઈએ વિશ્વના 75 લાખ લોકો ઈન્‍ડિયન નેશનલ એન્‍થમ ડ્રાઈવમાં જોડાશે

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના નેતૃત્‍વમાં પીએમ મોદીએ ગતિ શક્‍તિ રાષ્‍ટ્રીય મિશનની કરેલી શરૂઆતના કાર્યક્રમને દમણ ખાતે અધિકારીઓ અને ઉદ્યોગ ગૃહોના પ્રતિનિધિઓએ જીવંત નિહાળ્‍યો

vartmanpravah

‘સ્‍વચ્‍છતા હી સેવા’ અંતર્ગત વાપી કેબીએસ કોલેજના એનએસએસ દ્વારા શ્રમદાન કરાયું

vartmanpravah

Leave a Comment