February 5, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

જ્‍યારે વાપી રેલવે સ્‍ટેશનનું નામ દમણ રોડ હતું

1559માં ગુજરાતના સુલ્‍તાનથી જીતીને પોર્ટુગીઝોએ દમણ ઉપર મેળવેલા કબજાને કારણે અંગ્રેજ સરકાર પાસે રેલવે સ્‍ટેશનનું નામ દાદરા નગર હવેલીની જગ્‍યાએ દમણ રોડ રખાવવા પેરવી કરી હતી કારણ કે દાદરા નગર હવેલી પોર્ટુગીઝોને ભેટમાં મળ્‍યું હતું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.07: ઘણાને કદાચ ખબર નહિ હશે, પરંતુ ઈતિહાસના પાના પલટાવતા આપણને ખબર પડે છે કે, વાપી રેલવે સ્‍ટેશનનું નામ પહેલાં દમણ રોડ સ્‍ટેશન હતું. કારણ કે, દહાણુ રોડ અને નાસિક રોડની માફક દમણ જેને પોર્ટુગીઝ ભાષામાં દમાઉ (ઝખ્‍પ્‍ખ્‍બ્‍) કહેવાતું હતું.

દમણ રેલવે લાઈનથી પોણા સાત માઈલ દુર હતું જે હવેલગભગ 11 કિ.મી. દુરી પર છે. તે સમયે પણ દબદબો દમણનો ખૂબ હતો. કારણ કે તે પોર્ટુગલ કોલોનીના આધિન હતું અને ઘણું લોકપ્રિય સ્‍ટેશન હતું. કારણ કે, આ રેલવે લાઈન ઉપર દમણ બીજા દેશ (પોર્ટુગલ)નું પ્રતિનિધિત્‍વ કરતું હતું. જ્‍યારે વાપી એક નાનકડો કસ્‍બો હતો. એક માહિતી પ્રમાણે વાપી વિસ્‍તારમાં પાણીની ખૂબ જ તંગી હતી. જેના કારણે આ વિસ્‍તારમાં પાણીની એક વાવ બનાવવામાં આવી હતી. જેમાંથી લોકો પાણી લેતા હતા. આ પાણીની વાવના કારણે જ આ વિસ્‍તારનું નામ વાપી પડયું હતું. દમણ બ્રિટીશ રાજ દરમિયાન એક પોર્ટુગીઝ કોલોનીનો હિસ્‍સો હતું. દમણવાસીઓને દમણથી બહાર જવા માટે પોર્ટુગલ અધિકારીઓથી પરમિટ બનાવવા પડતી હતી અને પરત આવવા ઉપર તેને પ્રવેશદ્વાર ઉપર જમા કરાવવી પડતી હતી. આ સમયે દમણ રોડ સ્‍ટેશનની રેલવે લાઈન ઉપર ટ્રેન ગ્રેન્‍ડ રોડ (મુંબઈ) સ્‍ટેશનથી અમદાવાદ સુધી જતી હતી. અને આ પ્રકારણે અમદાવાદથી ગ્રેન્‍ડ રોડ પરત આવતી હતી. ગ્રેન્‍ડ રોડથી અમદાવાદ એક તરફની સફરનું અંતર તે સમયના રેલવે ટાઈમ ટેબલ પ્રમાણે 306 માઈલ હતું જે અત્‍યારે 493 કિ.મી. છે. દમણ રોડ સ્‍ટેશનથી ગ્રેન્‍ડ રોડનું અંતર 104.5 માઈલ હતું જે 168 કિ.મી. થાય છે અને અમદાવાદ 203.પ માઈલ હતું જે 327 કિ.મી. થાય છે.વલસાડ સ્‍ટેશનનું નામ રેલવે વિભાગમાં બલસારથી ઓળખાય છે. અંકલેશ્વર સ્‍ટેશનનું નામ એ સમયે અંકલેશ્વર-નર્મદા ફેરી તરીકે ઓળખાતું હતું.
ભારત દેશ અંગ્રેજોથી 1947માં સ્‍વતંત્ર થયો. પરંતુ દમણ ત્‍યારે પણ પોર્ટુગીઝોના હસ્‍તક હતું. ભારતની આઝાદીના 14 વર્ષ પછી ગોવા, દમણ અને દીવ 19મી ડિસેમ્‍બર 1961ના રોજ પોર્ટુગલ શાસનથી મુક્‍ત થયું. દમણ રોડ રેલવે સ્‍ટેશનનું નામ ભારતની આઝાદી 1947 બાદ વાપી સ્‍ટેશન કરવામાં આવ્‍યું.
પહેલાં દાદરા નગર હવેલી મરાઠા સામ્રાજ્‍યનો હિસ્‍સો હતું. 1783થી 1954 (171 વર્ષ)સુધી પોર્ટુગીઝોએ શાસન કર્યું છે જ્‍યારે દમણ ઉપર પોર્ટુગીઝોએ 1પ59માં ગુજરાતના સુલ્‍તાનથી જીત મેળવી પોતાનો કબ્‍જો કર્યો હતો અને 402 વર્ષ સુધી દમણ ઉપર પોતાનું રાજ કર્યું છે. આ રીતે 426 વર્ષ સુધી દીવ અને 451 વર્ષ સુધી ગોવા ઉપર પોર્ટુગીઝોનું શાસન રહ્યું છે.
પોર્ટુગીઝોએ દાદરા નગર હવેલીની જગ્‍યાએ દમણ રોડ સ્‍ટેશનને અંગ્રેજોથી મંજુરી અપાવવાનું ઉચિત સમજ્‍યું હતું કારણ કે દમણ ઉપર વિજય મેળવીને કબ્‍જો કર્યો હતો જ્‍યારે દાદરા નગર હવેલી તેમણે ભેટમાં મળ્‍યું હતું. હાલમાં દમણની જેમ દાદરા નગર હવેલીને પણ મોટાભાગની એક્‍સપ્રેસ ટ્રેન માટે વાપી રેલવે સ્‍ટેશન ઉપર આવવું પડે છે.
હવે, વાપી એ શ્રેણીનુંરેલવે સ્‍ટેશન છે અને અહીં રોજ 202 ટ્રેનોની અવર-જવર થાય છે. ઘણા પ્રયાસો બાદ 4 નવેમ્‍બર, 1864નું રેલવે ટાઈમ ટેબલ અને ગેઝેટ નોટિફિકેશનના રૂપમાં એક ઐતિહાસિક પુરાવો મળ્‍યો છે જેને ચિત્રમાં દર્શાવવામાં આવ્‍યું છે.
લેખકે પહેલી વખત 1981માં દમણની યાત્રા કરી હતી. જ્‍યારે આ પ્રવેશદ્વાર અહીં બન્‍યો હતો જે વાસ્‍તવમાં 1980માં કેન્‍દ્રશાસિત પ્રદેશ ગોવા, દમણ અને દીવ દ્વારા બનાવાયો હતો.

Related posts

વલસાડ તિથલ દરિયા કિનારે જીલ નામની 40 થી 50 માછલીઓ મૃત હાલતમાં તણાઈ આવી

vartmanpravah

દમણના ચીફ જ્‍યુડિશીયલ મેજીસ્‍ટ્રેટ દ્વારા દમણ :એક્‍ઝિક્‍યુટીવ મેજીસ્‍ટ્રેટને થાપટ મારવાના ગુનામાં વાપીના નૃપાલી બળવંતરાય શાહને 1 વર્ષની કેદ અને રૂા.10હજારના દંડની સંભળાવેલી સજા

vartmanpravah

ભારત સરકારના આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય દ્વારા દમણના યોજના અને આંકડા વિભાગના સહયોગથી  સતત વિકાસના લક્ષ્યો માટે સંઘપ્રદેશ સ્‍તરીય ફ્રેમવર્કના નિર્માણ ઉપર દમણમાં કાર્યશાળા યોજાઈ

vartmanpravah

વાપી જીઆઈડીસી સુપ્રિત કેમિકલ કંપનીમાં લાગેલી આગમાં ત્રણ કામદારો ભડથુ થઈ ગયા

vartmanpravah

વાપી મેરીલ એકેડમીમાં ઓટિઝમ જાગૃતિ ઉપર ઉચ્‍ચ મહાનુભાવોની ઉપસ્‍થિતિમાં અધિવેશન યોજાયું

vartmanpravah

ખાનવેલ સબ જિલ્લા હોસ્‍પિટલ અને દૂધની જેટી ખાતે ક્રીસમસ નિમત્તે જાગૃતતા કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment