April 20, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

બુલેટ ટ્રેનની કામગીરી માટે વલસાડ-ગુંદલાવ-ખેરગામ માર્ગ તા.૯ થી ૧૧ મે સુધી બંધ રહેશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, 0૮: વલસાડ જિલ્લાની જાહેર જનતા જોગ જણાવવાનું કે, વલસાડથી ગુંદલાવ થઈ ખેરગામ તરફ જતા SH-૬૭ ઉપર ગોરવાડા ગામ પાસે આવેલા ક્રોસિંગ બ્રિજ નં. ૮૫૯ ખાતે બુલેટ ટ્રેન પ્રોજેકટ અંતર્ગત ક્રોસિંગ બ્રિજના સુપર સ્ટ્રકચર ગર્ડર સેગમેન્ટની સ્થાપના માટે ગુંદલાવ-ખેરગામ રોડને થોડા સમય માટે બંધ કરવો જરૂરી જણાય છે. ઉપરોક્ત હકીક્ત ધ્યાને લઈ જાહેર જનતાને વિનંની કરવામાં આવે છે કે, ગુંદલાવ – ખેરગામ રોડને બુલેટ ટ્રેન પ્રોજેકટ અંતર્ગત ક્રોસિંગ બ્રિજના સુપર સ્ટ્રક્ચર ગર્ડર સેગમેન્ટની કામગીરી માટે તા.૯-૫-૨૦૨૩ થી તા.૧૧-૦૫-૨૦૨૩ સુધી રાત્રીના ૨૨-૩૦ કલાકથી વહેલી સવારના ૪-૦૦ કલાક સુધી વાહન વ્યવહાર માટે બન્ને બાજુથી બંધ રાખવામાં આવનાર છે. જેથી ગુંદલાવ થી ખેરગામ તથા ખેરગામથી ગુંદલાવ તરફ વાહનો આવન-જાવન કરી શકશે નહી. આ રૂટ પરથી પસાર થતા વાહન ચાલકોને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. જે આ મુજબ છે. ગુંદલાવ થી ખેરગામ તથા ખેરગામ થી ગુંદલાવ જતા ફક્ત નાના વાહનો ગોરવાડા ત્રણ રસ્તા થઈ ગોરવાડા ગ્રામ પંચાયત થઈ પાલણ ફાટક થઈ ખેરગામ રોડ તરફ અવર-જવર કરી શકશે. જેની સર્વે જાહેર જનતાને નોંધ લેવા જિલ્લા મેજિસ્ટ્રેટ ક્ષિપ્રા આગ્રેએ અખબારી યાદીમાં જણાવ્યું છે.

Related posts

મહારાષ્ટ્રમાં સંક્રમણ અોછું થતા વાપી ડેપોઍ મુંબઈની ચાર ટ્રીપ શરૂ કરી

vartmanpravah

દમણ પોલીસે માંડ 10 દિવસમાં ઘરફોડ ચોરીનો ઉકેલેલો ભેદઃ રૂા.2.50 લાખના ઘરેણાં સહિત રૂા.13800 રોકડાઅને એક મોબાઈલ બરામદ

vartmanpravah

સેલવાસમાં વટ સાવિત્રીએ મહિલાઓએ વડની પૂજા કરી

vartmanpravah

રેલવે દ્વારા ઉદવાડા ફાટક પાસે 50 વરસ જૂની ચાલી તોડી પડાઈ

vartmanpravah

દમણ અને સેલવાસમાં સીબીઆઈના બે દિવસીય જાગૃતિ અને ફરિયાદ કેમ્‍પનો આરંભ

vartmanpravah

પારડીમાં ધામધૂમથી થઈ તુલસી વિવાહની ઉજવણી

vartmanpravah

Leave a Comment