October 15, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પાણી પુરવઠા વિભાગના મંત્રી કુંવરજી બાવળીયાએ વાંસદા તાલુકાના વાંગણ – બારતાડ ખાનપુર જૂથ પાણી પુરવઠા પ્રોજેકટની મુલાકાત લીધી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ), તા.08: નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના બારતાડ ગામ ખાતે અંદાજીત રૂ. ૧૦૭ કરોડના ખર્ચે વાંગણ અને બારતાડ ખાનપુર જૂથ પાણી પુરવઠા પ્રોજેકટ તૈયાર થનાર છે. આ જૂથ પાણી પુરવઠા પ્રોજેકટનું આજરોજ રાજયના જળસંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના મંત્રી શ્રી કુંવરજી બાવળીયાએ મુલાકાત લઇ, જાતમાહિતી મેળવી હતી.અને સંબંધિત વિભાગના અધિકારીઓને જરૂરી સૂચનો આપી નિયત સમયમાર્યાદમાં પ્રોજેક્ટની કામગીરી પૂર્ણ કરવા તાકીદ કર્યા હતાં.


પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજી બાવળીયાએ વાંગણ અને બારતાડ ખાનપુર જૂથ પાણી પુરવઠા પ્રોજેકટ સંદર્ભે જણાવ્યું હતું કે, દમણ ગંગા બલ્ક પાઈપલાઈન આધારિત પીવાના પાણીની યોજના અંતર્ગત ૧૯ જૂથ યોજનામાં ૩૯૬ ગામોનો સમાવેશ થયો છે જેના થકી વલસાડ અને નવસારીના ગ્રામ્ય વિસ્તારના લોકોને પીવાનું પાણી સરળતાથી પ્રાપ્ત થશે .વાંસદા તાલુકામાં નિર્માણ પામી રહેલ વાંગણ અને બારતાડ ખાનપુર જૂથ પાણી પુરવઠા પ્રોજેકટ રૂ. ૧૦૭ કરોડના ખર્ચ નિર્માણ થશે જેનાથી વાંસદા તાલુકાના ૨૪ ગામો અને ૨૫૮ ફળિયામાં પાણીની સુવિધા ઉપલબ્ધ થશે. અંતરિયાળ વિસ્તારના ગામના લોકોને નિયમિત પાણી મળી રહે તે માટે સરકારે આ યોજના ૨૦૨૪ સુધીમાં કામ પૂર્ણ કરવાનો નિર્ધાર કર્યો છે .લોકોની સુખાકારીના કામો કરવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર હંમેશા તત્પર છે તેમ જણાવ્યું હતું.
આ પ્રસંગે પ્રાંત અધિકારી શ્રી ડી.આઈ.પટેલ, પાણી પુરવઠા અધિકારીશ્રી પટેલ, અધિકારીઓ/પદાધિકારીઓ, સરપંચશ્રીઓ, ગામ આગેવાનો ઉપસ્થિત રહયાં હતાં.

Related posts

દાનહના ઔદ્યોગિક એકમોમાં વધી રહી છે દુર્ઘટનાઓની સંખ્‍યાઃ ફેક્‍ટરી ઈન્‍સ્‍પેક્‍ટરની કાર્યશૈલી પર ઉઠી રહ્યા છે સવાલો

vartmanpravah

સેલવાસમાં રાષ્‍ટ્રીય સ્‍વયં સેવક સંઘે વિજ્‍યાદશમીએ કરેલું પથ સંચલન

vartmanpravah

દમણમાં જેઈઆરસીની લોક સુનાવણીમાં લોકોએ ટોરેન્‍ટ પાવરના વહીવટ ઉપર પાડેલી પસ્‍તાળ

vartmanpravah

વલસાડ જિલ્‍લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષસ્‍થાને જિલ્લા પુરવઠા સલાહકાર સમિતિની બેઠક યોજાઇ

vartmanpravah

રોટરી ઈન્‍ટરનેશનલ દમણ ચેપ્‍ટર દ્વારા નાની દમણ સાર્વજનિક વિદ્યાલય ખાતે ઈન્‍ટરએક્‍ટિવ સેશન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

બિપરજોય વાવાઝોડા ઉપલક્ષમાં વલસાડ જિલ્લા પ્રશાસન એલર્ટ : કોસ્‍ટગાર્ડ-એન.ડી.આર.એફ.ની ટીમો સજ્જ

vartmanpravah

Leave a Comment