Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

દમણની ઝરી આશ્રમ શાળામાં 10 દિવસીય નિવાસી સમર કેમ્‍પનો આરંભઃ સરકારી શાળાના 55થી વધુ વિદ્યાર્થીઓની ભાગીદારી: સમર કેમ્‍પમાં વિદ્યાર્થીઓના ઓલરાઉન્‍ડ ડેવલપમેન્‍ટ ઉપર પડનારૂં ફોકસ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.08: સંઘપ્રદેશના શિક્ષણ સચિવ શ્રી ટી. અરૂણ કુમાર અને શિક્ષણ નિયામક શ્રી જતીન ગોયલના માર્ગદર્શન હેઠળ કેન્‍દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના વિદ્યાર્થીઓ માટે આજથી તા.17મી મે, 2023 સુધી 10 દિવસીય રહેણાંક સમર કેમ્‍પનું આયોજન મોટી દમણની ઝરી આશ્રમ શાળા ખાતે કરવામાં આવ્‍યું છે. આ 10 દિવસીય નિવાસી સમર કેમ્‍પમાં 55 થી વધુ સરકારી શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લઈ રહ્યા છે.
આ સમર કેમ્‍પનો હેતુ (1) ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી ભાષામાં તેમના મૂળભૂતને સુધારવું. (2) વૈજ્ઞાનિક સ્‍વભાવ, માનવતાવાદ અને તપાસની ભાવના વિકસાવવી.(3) તેમને ઉચ્‍ચ અભ્‍યાસ માટે પ્રોત્‍સાહિત કરવા. (4) સંવાદ માટે મંચ પ્રદાન કરવા.(5) સ્‍પર્ધા માટે પ્‍લેટફોર્મ પૂરું પાડવું. (6)રમત ગમત અને સાંસ્‍કૃતિક પ્રવૃત્તિઓમાં તેમની સક્રિય ભાગીદારી માટે પ્રોત્‍સાહિત કરવાના ઉદ્દેશ્‍યો હાંસલ કરવાનો છે.આ 10 દિવસીય સમર કેમ્‍પમાં ડીપીઓ શ્રીમતી સ્‍મિતા થોમસ, મદદનીશ શિક્ષણ નિયામક શ્રી અરવિંદ પટેલ, ઝરી આશ્રમ શાળાના આચાર્ય શ્રી બી. કાનન, એમ.આઈ.એસ. કો-ઓર્ડિનેટર શ્રી શ્વેતલ પટેલ તથા અન્‍ય અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.
આ અવસરે આચાર્ય શ્રી બી. કાનને વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોને સંબોધતા તેઓને નિવાસી સમર કેમ્‍પમાં ભાગ લેવા પ્રોત્‍સાહિત કર્યા. 10 દિવસીય રહેણાંક સમર કેમ્‍પનું સંચાલન શ્રી શ્વેતલ પટેલે કર્યું હતું.

Related posts

દમણગંગા મધુબન જળાશય યોજનામાં જમીન ગુમાવનારા દાનહના આદિવાસી પરિવારોએ રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગમાં કરેલી ન્‍યાયની માંગ

vartmanpravah

ગોધરા એસીબીએ ધોડીપાડા ઉમરગામના નિવૃત્ત ફુડ સેફટી અધિકારી વિરૂધ્‍ધ અપ્રમાણસર મિલકત બદલ કેસ દાખલ કર્યો

vartmanpravah

સુરત-નાશિક-અહમદનગર ભારતમાલા પ્રોજેક્‍ટના વિરોધમાં અસરગ્રસ્‍ત આદિવાસી સમાજના ખેડૂતોએ મામલતદારને વાંધા અરજી આપી

vartmanpravah

દાનહ અને દમણ-દીવમાં ભાજપના મિશન શંખનાદનો આરંભઃ દમણ ખાતે યોજાઈ કાર્યશાળા

vartmanpravah

દાદરા નગર હવેલીમાં 01 કોરોના પોઝિટિવ કેસ નોંધાયો

vartmanpravah

વલસાડ કલેક્‍ટર કચેરી ખાતે આંતરરાષ્‍ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરાઈ

vartmanpravah

Leave a Comment