October 15, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

અંતે વલસાડ-ખેરગામ રોડની કામગીરી શરૂ: સરપંચોની લડત રંગ લાવી : વન વિભાગે આડોડાઈ છોડી

છેલ્લા કેટલાક દિવસ ખેરગામ રોડનું આંદોલન ચાલી રહ્યું હતું : સરપંચોની હાઈવે ચક્કાજામની ચીમકી બાદ આવેલો નિવેડો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.10: વલસાડ-ખેરગામ રોડના નવિનિકરણ અને નાળા-પુલનુંસમારકામ ખોરંભે પડયું હતું. વન વિભાગે કામને અટકાવી દીધું હતું. સ્‍થાનિક 40 થી 50 ગામો માટે ખેરગામ રોડ હાર્ટ લાઈન સમાન છે. તેથી સરપંચો અને સ્‍થાનિકોમાં ભારે વિરોધ ઉભો થતા કેટલાક દિવસથી આંદોલન ચાલતું હતું પરંતુ લોકમિજાજ બાદ આજે સુખદ નિવેડો આવ્‍યો હતો અને અટકાવેલ રોડની કામગીરી શરૂ થઈ હતી.
વલસાડથી ખેરગામને જોડતા રોડની નવિનિકરણ તથા પુલ-નાળાના સમારકામની કામગીરી જાહેર બાંધકામ વિભાગે ત્રણ-ચાર મહિના પહેલાં શરૂ કરી હતી. પરંતુ સ્‍વપ્‍નામાં રહેલ વનવિભાગ અચાનક જાગી ઉઠેલું તેમજ કામકાજને અટકાવી દીધેલું. વનવિભાગની એન.ઓ.સી. નથી લેવાઈ તેવી આડોડાઈ કરી હતી. કામકાજ બંધ રાખવામાં આવતા 40 ઉપરાંત ગામના સરપંચોએ બાંયો ચઢાવી હતી. કલેક્‍ટરથી લઈ બધી જગ્‍યાએ ઉચ્‍ચ રજૂઆત કરી સદર રોડનું અટકાવેલ કામ શરૂ કરવા આંદોલન સાથે આવેદનપત્ર આપી અલ્‍ટીમેટમ આપ્‍યું હતું કે કામ ચાલું નહી થાય તો હાઈવે ચક્કાજામ કરાશે. સરપંચોની લડત રંગ લાવી છે અને કામકાજ શરૂ થઈ ગયેલ છે.

Related posts

જીઆરડી મહિલાએ પતિ જેઠ અને નણંદ સામે વાપી ડુંગરા પોલીસમાં ફરિયાદ નોંધાવ્‍યા બાદ મામલો ગરમાયો

vartmanpravah

વાપીમાં ટ્રાફિક સમસ્‍યા પેચીદી બને તે પહેલાં પોલીસે એક્‍શન માસ્‍ટર પ્‍લાન કાર્યરત કર્યો

vartmanpravah

ઉમરગામ જીઆઈડીસીના અધિકારીઓની સામે આવેલી ઈરાદાપૂર્વકની નજર અંદાજ કરવાની નીતિ

vartmanpravah

નાનાપોંઢા મહેતા ટયુબ કંપનીમાં કોપરની ચોરીનો ભેદ ઉકેલાયો: પોલીસે 7 આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી લીધા

vartmanpravah

સયાજી વૈભવ લાઈબ્રેરીના પર્યાવરણલક્ષી પ્રોજેક્‍ટ અંતર્ગત નવસારીની શાળાઓ તેમજ વિદ્યાર્થીઓએ ખરા અર્થમાં ગાંધી જ્‍યંતીની ઉજવણી કરી

vartmanpravah

કપરાડા તાલુકાના અંતરીયાળ વિસ્‍તારમાં Y20 કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment