September 2, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

મરોલી કોળીવાડ અને તળગામ ગામના માથે આવી પડેલી બીમારી નોતરે એવી ગંભીર આફત

વેસ્‍ટર્ન રેફ્રિજરેટર લિમિટેડ કંપનીની આજુબાજુ ચાર થી પાંચ કિલોમીટરના પરિધમાં બોરના પાણી પીવા લાયક ન રહેતા પર્યાવરણ બચાવ સમિતિ મરોલી વિસ્‍તારે જીપીસીબીનું દોરેલું ધ્‍યાન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.10: ઉમરગામ તાલુકાના દરિયાકાંઠે તળગામ અને મરોલી કોળીવાડની સીમા ઉપર વેસ્‍ટર્ન રેફ્રિજરેટર લિમિટેડ કંપની રાજકીય આગેવાનના આશીર્વાદથી કાર્યરત છે. આ કંપની સામે ગ્રામજનોએ સખત વિરોધ નોંધાવેલો છે. કંપની દ્વારા પ્રદૂષિત પાણી બહાર છોડવામાં આવતુ હોવાની ફરિયાદ પણ નજીકના ભૂતકાળમાં જીપીસીબીને કરવામાં આવેલી છે. પરંતુ કંપની સામે નક્કર કાર્યવાહી ન થતા હાલમાં પર્યાવરણ બચાવ સમિતિ મરોલી વિસ્‍તારની રચના કરી છે. અને જવાબદાર વિભાગ દ્વારા યોગ્‍ય કાર્યવાહી કરવામાં ન આવે તો નેશનલ ગ્રીન ટીબ્‍યુનલ સુધી લડત ચલાવવાનું નક્કી કરવામાં આવ્‍યું છે.
પર્યાવરણ બચાવ સમિતિ મરોલી વિસ્‍તાર દ્વારા જીપીસીબીને કરેલી ફરિયાદ મુજબ કંપનીની આજુબાજુના બોરિંગોના પાણી પીવા લાયક રહ્યા નથી જેના કારણે ગ્રામજનો પર ગંભીર બીમારી નોતરે એવી આફત આવી પડી છે. કંપનીએ એમની પ્રિમાઈસીસમાં એક એકરનું પ્રદૂષિત પાણી સંગ્રહ કરવા માટે તળાવ બનાવેલું હોવાનો ગ્રામજનોએ ફરિયાદમાં જણાવ્‍યું છે.હાલમાં કંપની બોરિંગના મારફત આ પ્રકારનું પ્રદૂષિત પાણી ભૂગર્ભમાં ઉતારી રહી હોવાની પ્રબળ શકયતા વ્‍યક્‍ત કરી છે. જેના કારણે મરોલી કોળીવાડ અને તડગામ ગામના ભૂગર્ભ જળ પ્રદૂષિત થયા હોવાની શંકા વ્‍યક્‍ત કરવામાં આવી રહી છે. આ સર્જાયેલી મુસીબત હવે ધીરે ધીરે વધુ ગંભીર સ્‍વરૂપ ધારણ કરે એવી અનુમાન ગ્રામજનો લગાવી રહ્યા છે જે જોતા સમસ્‍યાનો કાયમી નિકાલ લાવવો જરૂરી બની જવા પામ્‍યો છે.

Related posts

દમણ કોળી પટેલ સમાજના દરેક ઘરો ઉપર તિરંગો લહેરાશેઃ સમાજની મળેલી બેઠકમાં લેવાયેલો નિર્ણય

vartmanpravah

દાનહ આરોગ્‍ય વિભાગ દ્વારા ‘રન ફોર યુનિટી’ અંતર્ગત એકતા દોડ યોજાઈ

vartmanpravah

આજે વલસાડની વાંચનપ્રિય જનતાને મળશે આધુનિક પુસ્તકાલયની અણમોલ ભેટ: નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે સાંજે ૫ કલાકે લોકાર્પણ કરાશે

vartmanpravah

ચીખલીના રાનવેરીકલ્લા ગામે બે પુત્રીઓએ પિતાના પાર્થિવદેહને આપેલો અગ્નિદાહ

vartmanpravah

દમણ-દીવના ઉદ્યોગોના નવજીવન માટે 50 ટકા જી.એસ.ટી. માફ કરવા સાંસદ ઉમેશભાઈ પટેલની લોકસભામાં રજૂઆત

vartmanpravah

વલસાડ સિટી પોલીસ સ્‍ટેશનના પાછળના ભાગમાં આગ લાગી : મુદ્દામાલ તરીકે રાખેલ બે બાઈક બળીને ખાખ

vartmanpravah

Leave a Comment